અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ખૂબ જ ધૂમધામથી આયોજન ચાલી રહ્યું છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી ના હાથે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આ મહોત્સવ 15 જાન્યુઆરી સુધી શરૂ રહેવાનો છે. જ્યાં રોજ લાખો લોકો મુલાકાત લેવા આવી રહ્યા છે.

પ્રમુખસ્વામી નગરમાં મોટા મોટા નેતાઓ અભિનેત્રીઓથી લઈને દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુલાકાત લેવા આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ ભવ્ય મહોત્સવ ની મુલાકાતે આવ્યા હતા. પ્રમુખસ્વામીને લઈને ગૌતમ અદાણીએ કેટલીક ખાસ વાત જણાવી અને તેમના અનુભવ વ્યક્ત કર્યા.
પ્રમુખસ્વામી ને યાદ કરતા ગૌતમ અદાણી જણાવે છે કે આવા પ્રફુલ અને પ્રેમાળ વ્યક્તિ ક્યારેય નથી જોયા અને જ્યારે પણ એમને મળ્યો છું ત્યારે મને ભગવાન મળ્યા ની અનુભૂતિ થઈ છે. એટલે હું જ્યારે તેમને મળ્યો છું એ દિવસ મારા માટે ખૂબ જ ભાગ્યનો કહેવાય. હું એ વિચારી નથી શકતો કે બીજી કોઇ સંસ્થાની અંદર આવી રીતે કામ થતું હશે. ગૌતમ અદાણીએ વધુમાં જણાવતા કહ્યું કે આટલા બધા વોલિએન્ટર અને એકદમ શિક્ષિત એ કઈ રીતે આકર્ષિત થાય છે એ મારા માટે જિજ્ઞાસા નો વિષય છે. પોતાની વાતને આગળ વધારતા તેમણે કહ્યું આજે તેમણે એક આખું નગર વસાવ્યું છે. જ્યાં લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે અને લોકો ભક્તિ સાથે કામ પણ કરી રહ્યા છે.