આ દુલ્હનની મહેંદી જોઈને તમારું પણ મગજ કામ નહીં કરે, હાથમાં કોડિંગની ભાષામાં લખ્યું તેમના પતિનું…

લગ્ન પ્રસંગમાં મહેંદીનો ક્રેઝ ખૂબ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં છેલ્લા 30 કરતાં પણ વધુ વર્ષોથી રહેતાં ગુજરાતના ખ્યાતના મહેંદી આર્ટિસ્ટ નિમિશા પારેખ આ આર્ટને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે. તમે ઘણીવાર જોયું હશે કે મહેંદીમાં લોકો જાતજાતની ડિઝાઇનો કરે છે પણ આ વખતે એવી ડિઝાઇન કરી કે લોકો ચોકી ગયા છે. નિમિષા પારેખે હાલમાં જ બ્યુટી ઇન બાઈનરી કોન્સેપ્ટ પર એક એનઆરઆઈ દુલ્હનને યુનીક મહેંદી મૂકી આપી હતી.

અમેરિકાથી ભારત લગ્ન કરવા માટે આવેલા અમી પટેલ કોમ્પ્યુટર ફિલ્ડ સાથે જોડાયેલા છે. તેમના પતિ પણ સોફ્ટવેર એન્જિનિયર છે તેથી તેમણે બંનેના પ્રોફેશનને કનેક્ટ કરે આવી મહેંદી મૂકવાનો વિચાર કર્યો હતો. તેણે કોમ્પ્યુટર ની ભાષા એટલે કે બાયનરી લેંગ્વેજમાં દુલ્હનને મહેંદી મુકાવી. તેના માટે તેમણે પહેલાં બાયનરી લેંગ્વેજ વિશે નોલેજ મેળવ્યું અને પછી એ જ લેંગ્વેજમાં આર્ટ કન્વર્ટ કર્યું.

નિમિષા પારેખ તેમના પતિની લાગણીઓને બાયનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરી તેને મહેંદીનું સ્વરૂપ આપ્યું. બાયનરી લેંગ્વેજ કે 0 અને 1 પર ચાલે છે. આ કોડ દ્વારા એક સુંદર મેસેજ બનાવી તેને સુંદર રીતે હાથ પર મુક્યો. તેમણે આ ટેકનોલોજીની દુનિયામાં ટેકનોલોજી ને આર્ટ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

અત્યાર સુધીમાં વાર્લી આર્ટ મહેંદીમાં કન્વર્ટ કરીને વર્લ્ડ વાઈડ બતાવવામાં આવ્યો છે. મહેંદીમાં આ ઇનોવેશન યુએસમાં મહેંદી આર્ટિસ્ટની કોન્ફરન્સમાં ઉભરતા આર્ટિસ્ટ ને શીખવ્યું હતું. તેઓ હંમેશા ટ્રેન્ડમાં રહેતા હોય છે તેથી મહેંદી મુકવાની બદલે કંઈક યુનિક કરવાનો પ્રયાસ કરે છે. તેઓ દુલ્હનના સૌથી મોટા દિવસને યાદગાર બનાવવા માટે આવી નવી નવી મહેંદી મૂકે છે. જેથી તેમના આ ખાસ પળને વર્ષો સુધી તેમની યાદોમાં જાળવી શકે.

નિમિષાબેન માત્ર મહેંદી નથી મૂકતા પરંતુ તેઓ આ આર્ટ દ્વારા ઘણી બધી બહેનોને રોજગારી પણ પૂરી પડે છે. મિત્રો તમને જણાવી દઈએ તેમણે સમાજ સેવાનું પણ કામ કર્યું છે. તેઓ ગર્ભવતી સ્ત્રીના પેટ પર મહેંદી મૂકીને સાયન્સ અને કલ્ચરનું સુંદર કોમ્બિનેશન આપે છે. કેન્સર પેશન્ટને તેમના સંકલ્પ પર મહેંદી મૂકી આપે છે. તેઓ માત્ર સ્ટાઈલ કે સ્ટેટસ સિમ્બોલ માટે નહીં પરંતુ કલ્ચરને રીપ્રેઝન્ટ કરવા માટે આવા કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *