દીકરાને સાજો કરવા ડોકટરો પણ થાકી ગયા, તે જ દીકરાને માં મોગલે ચપટી વગાડતા ઉભો કરી દીધો

આ કળયુગના સમયમાં માં મોગલ માં પરચા આપી રહ્યા છે. જે પણ લોકો માં મોગલના દરબારમાં દર્શન કરવા આવે છે તેમના નાના-મોટા દુઃખો ક્ષણવાર માં દૂર કરી દે છે. માં મોગલ એ દુનિયાના લોકોના દુઃખ દૂર કર્યા છે. ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાંથી આવેલા કબરાઉ ધામમાં કરોડો લોકો માં મોગલના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે. ત્યારે હાલ એક ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ જે પિતા પોતાની માનતા પુરી કરવા કબરાઉ ધામ આવી પહોચ્યા હતા.

હાલ આ પરિવાર નાસિક રહે છે અને તે નાશિક થી પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલ પાસે આવી પહોંચ્યો હતા. અને જેમાં તેઓ 51 હજાર રૂપિયા લઈને આવ્યો હતો. તેના આ 51 હજાર રૂપિયા મણિધર બાપુને આપ્યા. અને પછી મણીધર બાપુએ કહ્યું કે તમારે શેની માનતા રાખી હતી. તે સમયે દરમિયાન યુવકે જણાયું હતું કે તેના દીકરાને બંને પગે ખૂબ જ તકલીફ હતી અને તે ચાલી શકતો ન હતો. મોટા મોટા ડોક્ટરને બતાવ્યું અને ઘણી બધી દવા કરાવી તો પણ કંઈ ફરક ના પડ્યો.

ત્યાર પછી તે યુવકે માં મોગલ ની માનતા લીધી કે, હે માં મોગલ જો મારો દીકરો પોતાના પગે ચાલતો થઈ જશે તો 51 હાજર રૂપિયા મુકીશ. તે પછી દીકરા સાથે એવું થયું કે પરિવાર પોતાની આંખે જોઈ ને વિશ્વાસ ના કરી શક્યા. જે દીકરાને ઉભો કરવા માટે મોટા મોટા ડોકટરો કંટાળી ગયા અને થાકી ગયા હતા એ માં મોગલ એ તે દીકરાને ચપટી વગાડતા જ ઉભો કરી દીધો. અને આ ચમત્કાર જોઈને દીકરો પોતાના પગે ચાલ તો જોઈને પરિવાર પોતાની આંખે રડી અને ખૂબ ભાવુક થઈ ગયા.

ત્યાર પછી બાપુએ તે પૈસા હાથમાં લીધા અને કહ્યું મા મોગલ તારી બધી જ માનતા પૂરી કરી અને માં મોગલ આ રૂપિયા તારી બેનને આપે છે. આ રૂપિયા તું તારી બેનને આપી દેજે માં મોગલ તારા ઉપર રાજી થશે. બાપુ હંમેશા બધાને કહેતા હોઈ છે કે માં મોગલ ઉપર વિશ્વાસ રાખો અને અંધશ્રદ્ધા દૂર કરો. અને માં મોગલ આવી જ રીતે તેના કરોડો ભક્તોના દુઃખ દૂર કર્યા છે અને માં મોગલ ના ઉપર ભક્તો ખૂબ જ વિશ્વાસ રાખે છે. કહેવાય છે ને કે જ્યાં દુનિયાનો અંત આવે છે ત્યાં જ માં મોગલ ની શરૂઆત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *