આપણે સૌ જાણીએ છીએ કે નાનપણમાં બાળકો ખૂબ જ સુંદર લાગતા હોય છે તેની કાલી ઘેલી ભાષા તથા તેના નખરાઓ જોઈને આપણે ખૂબ જ ખુશ થઈ જતા હોઈએ છીએ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળકને નાનપણમાં ખૂબ જ પ્રશ્નો ઉદભવતા હોય છે.
જેના જવાબ ઘણીવાર આપણે પણ આપી શકતા નથી આવો જ એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વાયરલ થઈ રહી છે કે જેમાં એક નાની બાળકી તેના પરિવારના સભ્યો સાથે પાર્કમાં જાય છે. જ્યાં સ્થાપિત થયેલી ભગવાન ગણેશની મૂર્તિ પર વરસાદ પડી રહ્યો છે ત્યારે આ નાની છોકરી તેની પાસે જઈને ગણેશ ભગવાનને પ્રણામ કરે છે ત્યારે તે મૂર્તિને જોવે છે કે ભગવાનની મૂર્તિ સંપૂર્ણ પણે વરસાદમાં ભીંજાઈ રહી છે તે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવાન ગણેશ નો રેઇનકોટ ક્યાં છે.
બાળકના માતા પિતા પાસે પણ આ જવાબ ન હતો પરંતુ માતા-પિતા તેને બીજો જવાબ આપીને મનાવવાનો પ્રયાસ કરે છે. આ માસુમ તથા ખૂબ જ સુંદર લાગી રહેલી બાળકી નો વિડીયો સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે તેથી જ લોકો આ બાળકી પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
Tiny Devotee, Big Question!
A kid enquiring about Ganpati Bappa’s raincoat 😍🥹 pic.twitter.com/kIzfQ3DWxP
— Godman Chikna (@Madan_Chikna) July 6, 2023
આ વીડિયોને અત્યાર સુધી એક લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે તથા અનેક લોકો પોતાની કમેન્ટ કરીને બાળકીને કહીને કંઈ કહી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે પરંતુ આજે એક ભગવાન બીજા ભગવાનને પ્રશ્ન પૂછી રહ્યા છે તેથી જ આ વિડીયો ખૂબ જ અદભુત લાગી રહ્યો છે બાળકી પણ આ વીડિયોમાં ખૂબ જ સુંદર તથા નટખટ લાગી રહી છે.