એરપોર્ટ પર ચેકીંગ દરમિયાન બેગ માંથી નીકળી ગુટકા અને અંદર થી જે નીકળ્યું તે તમે વિચારી પણ નહીં શકો…જુઓ વિડીયો

એરપોર્ટ પર ઘણી વખત ચોરી કે કોઈ કીમતી વસ્તુની હેરાફેરીના ગુનામાં પકડાયેલા કિસ્સાઓ સાંભળ્યા હશે. હાલ કોલકતા એરપોર્ટ પર સોમવારે કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી. અધિકારીઓ દ્વારા બેંગકોક જતા માલ સામાનની તલાશી દરમિયાન ગુટકાના પેકેટ માંથી 40,000 યુએસ ડોલર જપ્ત કરવામાં આવ્યા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ગુટકા ના પેકેટ ની અંદર યુએસ ડોલર છુપાવીને લઈ જઈ રહ્યા હતા. ગુટકા ના પેકેટમાંથી અમેરિકન ડોલર મળતા લોકો ચોંકી ગયા હતા.

કસ્ટમ વિભાગએ ટ્વિટ કરીને જણાવ્યું કે બેન્કોક જઈ રહેલા મુસાફરને કોલકાતા એરપોર્ટ પર રોકવામાં આવ્યો અને વ્યક્તિની તલાશી લેતા ગુટકાના પાઉચ મળી આવ્યા હતા. જેમાં એક પેકેટ ખોલવામાં આવ્યું તો તેમાં યુએસ ડોલર મળી આવ્યા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિ પાસે 32 લાખથી વધુની કિંમતના યુએસ ડોલર હતા.

મીડિયાના રિપોર્ટ અનુસાર કોલકાતા એરપોર્ટના સૂત્રોને જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિએ ગુટકાના પેકેટમાં ₹40,000 ડોલર છુપાવીને રાખ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી તો ત્યાં હાજર લોકો પણ શોક થઈ ગયા. પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે આ વ્યક્તિનો કોઈ આંતરરાષ્ટ્રીય ગેન સાથે કોઈ સંબંધ છે કે નથી.

આ પહેલા પણ ઘણી વખત એરપોર્ટ પર આવી રીતે સોનું કે કિંમતી વસ્તુની તસ્કરી પકડાઈ ચૂકી છે. થોડા સમય પહેલા પાપડના પેકેટ માંથી વિદેશી ચલણ પકડાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *