કુતરા એ ચાર વર્ષના માસુમ બાળક પર હુમલો કર્યો, બાળક નું થયું ઘટના સ્થળે જ મોત – જુઓ વિડિયો

આપ જાણતા જ હશો કે દિવસે ને દિવસે રખડતા કુતરા નો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં સુધીમાં કેટલાય વ્યક્તિઓ રખડતા કુતરાઓનો શિકાર બન્યા છે. અને ઘણા લોકોને મોતનો પણ સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં માં કાળજુ કમપી જાય એવી એક કુતરા કરડવાની ઘટના સામે આવી છે આ ગંભીર ઘટનામાં રખડતા કૂતરાએ એક માસુમ ચાર વર્ષના બાળક ઉપર તૂટી પડ્યા હતા અને કુતરાઓએ બાળકના શરીર પર મન ફાવે તેમ બટકા ભર્યા હતા અને આ ગંભીર ઇજાને કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને અંતમાં તેનું મૃત્યુ થયું છે.

આ ઘટના રવિવારના રોજ હૈદરાબાદમાં બની હતી અને ઘટનામાં મૃત્યુ પામેલ માસુમ બાળકનું નામ પ્રદીપ છે. પ્રદીપ ના પિતા વ્યવસાય માં સર્વિસ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. એકવાર જ્યારે પિતા નોકરી પર ગયા ત્યારે સાથે પ્રદીપને પણ લઈ ગયા હતા અને ચાર વર્ષના દીકરાને કેબિનમાં મૂકીને ગંગાધર કામ માટે બહાર ગયો હતો અને દીકરો રમતમાં પાર્કિંગમાં રમવા લાગ્યો હતો ત્યારે થોડાક સમયની અંદર જ કુતરા એ તેના પર પ્રહાર કર્યો હતો.

આસપાસ ના કોઈ વ્યક્તિ બચાવવા આવે તે પહેલા તો કુતરાઓના બચકાના કારણે પ્રદીપનું મૃત્યુ થઈ ગયું હતું અને આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી અને આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.

કુતરા એ કર્યો ચાર વર્ષના માસુમ બાળક પર હુમલો બાળક નું થયું ઘટના સ્થળે જ મોત જુઓ વિડિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *