શું તમને ખબર છે..! પાકિસ્તાનની સંસદમાં શા માટે રાખવામાં આવે છે હનુમાનજીની ગદા ? કારણ જાણીને તમને પણ લાગશે આંચકો

દુનિયામાં એવી-એવી વિચિત્ર વાતો થતી રહે છે, જેનાથી માણસને હસવું પણ આવી જાય છે અને અજીબ પણ લાગે છે. જેમ કે ભારતીય ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે કોર્ટમાં જુબાની આપતા પહેલા ગીતાની કસમ ખવડાવવામાં આવે છે પરંતુ રિયલ લાઇફમાં એવું કંઈ પણ હોતું નથી. એવું જ કંઈક થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ હતી, જેમાં એક કોર્ટમાં જજ સામે ગદા રાખવામાં આવી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે તે કોર્ટ પાકિસ્તાનની છે. મોટાભાગની કોર્ટ માં જજ સામે આ ગદા રાખવામાં આવે છે.

ભારતમાં લોકો એ વાત જાણીને ખુબ જ ખુશ થઈ ગયાં છે કે આપણા બજરંગબલીની ગદાને પાકિસ્તાનમાં પણ પુજવામાં આવે છે પરંતુ તે લોકોને કદાચ એ ખબર નથી કે દરેક દેખાતી ચીજની હકિકત કંઈક અલગ હોય છે. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે પાકિસ્તાનની સંસદમાં હનુમાનજીની ગદા શા માટે રાખવામાં આવે છે ?. તેની પાછળનું કારણ શું છે?

પાકિસ્તાનની સંસદમાં શા માટે રાખવામાં આવે છે હનુમાનજીની ગદા?. પાકિસ્તાનની સંસદમાં રાખેલી આ હનુમાનજીની ગદા નો ખરેખર શું મતલબ હોય શકે છે?. આ ફોટાને જોયા બાદ દરેક ભારતીયનાં મનમાં આવા સવાલો તો આવ્યાં જ હશે. તો અમે તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની સંસદમાં હનુમાનજીની ગદા રાખવામાં આવે છે અને આ વાત સંપુર્ણ રીતે સત્ય છે.

હિન્દુ ધર્મ અનુસાર તેને ધારણ કરવા માટે ક્રોધ, લાલચ, અહંકાર, વાસના અને કોઈ પ્રત્યે લગાવ આ પાંચ વસ્તુ પર સંપુર્ણ રીતે નિયંત્રણ કરતા આવડવું જોઈએ કારણકે પ્રાચીન ભારતમાં ગદાને માત્ર એક હથિયારનાં રૂપમાં જ નહી પરંતુ વ્યક્તિનાં સંપ્રભુતા, શાસનનો અધિકાર અને શાસન કરવાની શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલનાં સમયમાં પણ કંઈક એવું જ છે. પછી ભલે પાકિસ્તાનની આ સંસદમાં રાખેલી આ ગદાનો સંબંધ હનુમાનજી સાથે હોય કે ના હોય.

માત્ર પાકિસ્તાનની જ નહીં દુનિયાનાં લગભગ તમામ લોકતાંત્રિક દેશમાં આ પ્રકારની ગદા વિધાનસભાની અંદર જોવા મળે છે. તેનો રંગ-રૂપ દેશનાં હિસાબથી અલગ અલગ હોય છે. ખાસ કરીને બ્રિટનને આધીન રહી ચુકેલા કોમનવેલ્થ રાષ્ટ્રનાં સદનમાં સભાપતિની સામે આ ગદાને રાખવામાં આવે છે. તેનો મતલબ એ હોય છે કે મનુષ્ય ક્રોધ, લાલચ, અહંકાર, વાસના અને કોઈ પ્રત્યે લાગણી અને તેની પાસે શાસનનો અધિકાર કરવાની શક્તિ રાખે છે.

આઝાદી પહેલા આપણા ભારતની પણ સંસદમાં આવી જ એક ગદા રાખવામાં આવતી હતી પરંતુ આઝાદી બાદ આ ગદા ને હટાવી દેવામાં આવી પરંતુ આજે પણ દેશની અમુક વિધાનસભામાં ગદા રાખવામાં આવે છે. તેનાથી સભાનું સ્વરૂપ કંઈક અલગ અલગ લાગે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર દરેક દેવી-દેવતાઓની પુજાની સાથે-સાથે તેમની સવારી અને અસ્ત્ર-શસ્ત્રની પુજા કરવી પણ ધર્મ-કર્મનાં ભાગમાં જ આવનારૂ કામ હોય છે. એવું કહેવામાં આવે છે કે હનુમાનજીને શ્રીરામ બાદ જો કોઈ વસ્તુ વધારે પસંદ હતી તો તે તેમની ગદા હતી, જેને તેઓ હંમેશા પોતાની સાથે રાખતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *