ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના કોકીલ કંઠી આવવાથી ખૂબ જ ફેમસ છે. મિત્રો તમને જણાવી દઈએ તે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતી બની ગઈ છે. ત્યારે ગઈકાલના રોજ ગરબા ક્વીન થી પ્રસિદ્ધ થયેલી કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર વાંચતા ચાહકોને મોટો ઝટકો લાગ્યો. કિજલ અને તેના ભાઈની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી જો તમને ખબર છે સાટા પદ્ધતિ શું છે?

કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે અને કિંજલના ભાઈ આકાશની સગાઈ પવન જોશી ની બહેન સાથે થઈ હતી. પરંતુ માહિતી અનુસાર પવન જોશીની બહેન બીજા કોઈ છોકરા સાથે કોર્ટ મેરેજ કરી લેવાની હતી. આની સાથે જ કિંજલ દવેની પણ સગાઈ તૂટી ગઈ. કિંજલ અને પવનની સગાઈ ને પાંચ વર્ષ થઈ ગયા હતા અને હવે આટલા વર્ષો બાદ સગાઈ તૂટા જ ચાહકો શોખમાં મુકાઈ ગયા છે.

મિત્રો તમને જણાવી દઈએ કિંજલ દવે ની સગાઈ સાટા પદ્ધતિથી તૂટી છે. આ રિવાજ ઘણો જૂનો છે પરંતુ હજુ ઘણા લોકો આનો ઉપયોગ કરે છે. આ રીવસ માં એવું છે કે એક જ પરિવારના છોકરો છોકરી અન્ય પરિવારના છોકરા છોકરી સાથે લગ્ન કરે. જેના કારણે લગ્ન જીવનમાં કોઈ અડચણ ન આવે પરંતુ અહીંયા લગ્ન એ જ શણે તૂટી જાય છે. આ રિવાજના કારણે આજે કિંજલ દવે અને સામેના બંને પરિવારને મુશ્કેલીઓ વેઠવી પડી છે.

સાટા પદ્ધતિમાં જો કોઈ એક વ્યક્તિને કંઈ પણ તકલીફ થાય તો તેની ત્રણ જીવન પર અસર થાય છે. આમ જોઈએ તો આ પદ્ધતિ અયોગ્ય છે પણ કેટલીક વાર મજબૂરીમાં એવું બની જાય છે કે નબળો પાત્ર મળવાને કારણે સામેવાળું પાત્ર ન ગમે તો જબરદસ્તી લગ્ન કરાવવામાં આવે છે. અને પછી જો આગળ જતા વાંધો આવે તો સામે સામે જ પ્રસંગ કર્યા હોય તે બંને તોડી નાખતા હોય છે.