પ્રમુખસ્વામી મહારાજની જન્મ જયંતીની ઉજવણી અમદાવાદની અંદર ખુબ જ ધૂમધામથી ચાલી રહી છે. દેશ વિદેશથી લાખો લોકો અહીં મુલાકાત લેવા આવી રહ્યા છે. 600 એકરમાં પથરાયેલા પ્રમુખસ્વામી નગરમાં જાણે સ્વર્ગ ઊતરી આવી હોય તેવું લાગી રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજે લોકો માટે ઘણું બધું કર્યું છે. ત્યારે આજે અમે તમને તેમના જીવનની ખાસ વાતો વિશે જણાવીશું.
વિશ્વના મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ 1921 માં વડોદરા ખાતે થયો હતો. તેમને બાળપણથી જ ભક્તિમાં રસ હતો. પ્રમુખસ્વામી મહારાજ બાળપણમાં જ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય બનીને 18 વર્ષની ઉંમરમાં સન્યાસ લઈ લીધો હતો. આવી રીતે પોતાની કલ્યાણ યાત્રા શરૂ કરી દીધી હતી.
મિત્રો તમને જણાવી દઈએ પ્રમુખસ્વામી મહારાજ માત્ર 28 વર્ષની ઉંમરે BAPS સંસ્થાના પ્રમુખ બની ગયા હતા અને આખી દુનિયામાં જાણીતા થઈ ગયા હતા. તેમણે અત્યાર સુધીમાં 1100થી પણ વધારે મંદિર બનાવ્યા છે. પોતાના કોમળ સ્વભાવના કારણે આજે તે આખી દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. પ્રધાનમંત્રી મોદી થી લઈને એપીજે અબ્દુલ કલામ પણ તેમને માને છે.
પ્રધાનમંત્રી મોદીની વાત કરીએ તો તે પ્રમુખસ્વામી મહારાજને પોતાના પિતાની નજરે જોતા હતા. વિદેશી લોકો પણ પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરી રહ્યા છે. અત્યારે અમેરિકામાં 70 થી વધુ મંદિરો બનાવ્યા છે. હજારો યુવકોને વ્યસન મુક્ત કર્યા છે. 2016 માં પ્રમુખસ્વામી મહારાજે સાળંગપુરમાં પોતાનો દેહ છોડ્યો હતો. ત્યારથી મહંત સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થા સંભાળી રહ્યા છે.