મિત્રો કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાને તો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ. ગુજરાતની અંદર એક સમય એવો હતો કે જ્યારે ચારે બાજુ કમો કમો થઈ રહ્યો હતો. રાતોરાત સેલિબ્રિટી બની ગયેલો કમો કાર્યક્રમ અને ડાયરા તેમજ દુકાનના ઓપનિંગ ની અંદર જોવા મળતો હતો અને કમાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવતા હતા
સોશિયલ મીડિયા ઉપર કમાના તમે ઘણા બધા વાયરલ થયેલા વિડીયો જોયા હશે. ગુજરાતની અંદર એક સમયે એવો હતો કે જ્યારે ચારે બાજુ કમાનું નામ ગુંજવા લાગ્યું હતું. ઘણી વખત સોશિયલ મીડિયા પર ફેક અથવા તો અફવાના વિડીયો પણ વાયરલ થતા હોય છે. થોડા દિવસો પહેલા તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
આ વીડિયોની અંદર ગુજરાતના ખૂબ જ લોકપ્રિય કલાકાર અલવીરા મીર અને તેમની સાથે કોઠારીયા નો કમો પણ જોવા મળ્યો હતો. વાયરલ થયેલા વિડીયો અંગે વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ અફવાઓ ઉડવા લાગી હતી કે કમાની સગાઈ થઈ ગઈ છે. અથવા તો ઘણા લોકો કહેતા હતા કે કમાના લગ્ન પણ થઈ ગયા છે. આ વિડીયો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો હતો.
અમદાવાદના એક કાર્યક્રમની અંદર બંનેનું હાર પહેરાવી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિડીયો વાયરલ થયા પછી અમુક લોકોએ સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવી હતી અને આ વીડિયોને ખોટી દિશામાં આગળ વધાર્યો હતો.
વીડિયોની સ્પષ્ટતા કરતા અલવિરા મીરા એક વિડીયો બનાવીને દરેક લોકોને જણાવે છે કે, અમદાવાદની અંદર અમારો એક શો હતો જેની અંદર અમે ઓપનિંગમાં ગયા હતા ત્યારે આપણા કોઠારીયા ના કમાભાઈ પણ ત્યાં હાજર રહ્યા હતા. અમારું ત્યાં ખૂબ જ ભવ્યથી સ્વાગત કરવામાં આવ્યું હતું.