ભારતીય ક્રિકેટરના સ્ટાર Hardik Pandya તે હાલ ખૂબ જ ફેમસ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવા મળે છે અને તેના ચાહકો Social Media ખૂબ ફોલો કરે છે અને તેની પોસ્ટ પર લોકો લાઈક, શેર અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યા તેના ફ્રેન્ડ્સ માટે પોસ્ટ શેર કરતા હોય છે તેવામાં જ હાર્દિક પંડ્યા પોતાની Instagram એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જે હાલ ખુબ ચર્ચામાં છે.
આ વિડીયો શેર કરતા જ ઇન્ટરનેટ ઉપર ખૂબ જ ધૂમ મચાવી લાગી હતી. તે વીડિયોમાં હાર્દિક પંડ્યા મહેન્દ્રસિંહ ધોની સાથે અલગ અલગ ગીતો પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અને આ વિડીયો હાર્દિક પંડ્યા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શેર પર કર્યો છે.વીડિયોની શરૂઆત શાહિદ કપૂરના ફેમસ ગીત ‘ગાંડી બાત’થી થાય છે, જેમાં માહી અને પંડ્યા મસ્તીમાં ડાન્સ કરતા જોવા મળે છે.
આ પછી ‘દિલ્લી વાલી ગર્લફ્રેન્ડ’ ગીત પર પણ બંનેની મસ્તીથી ભરપૂર સ્ટાઈલ જોવા મળે છે. વીડિયોમાં રેપર બાદશાહ સાથે મળીને બંનેએ પાર્ટીમાં આગ લગાવી દીધી હતી. વીડિયો શેર કરતા હાર્દિક પંડ્યાએ તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમારો જામ, અમારી ચાલ 🤙 શું રાત છે!’. થોડીવાર પહેલા શેર કરાયેલા આ વીડિયો પર લાઈક્સનો આંકડો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા ઉપર તેના ફેન્સ અને યુઝરો વિડીયો પર પ્રેમ ભરી કોમેન્ટ અને રિએક્શન આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘શું જુગલબંધી’. તો ત્યાં બીજાએ લખ્યું છે કે, ‘માહીની ચાલ આગ લાગી’. તે જ સમયે, બીજાએ લખ્યું, ‘સાક્ષી પૂછશે – દિલ્હીની કઇ ગર્લફ્રેન્ડ માહી’. બીજાએ લખ્યું, ‘આ રીલને વાયરલ કરવા માટે એકલું MSD પૂરતું છે’.