છેલ્લા ઘણા સમયથી અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવામાં વીજ કરંટ ને કારણે અકસ્માતના કિસ્સાઓ માં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના ગુજરાતના જામનગર શહેરમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર જામનગર શહેરના નાગનાથ ગેટ પાસે આવેલા એક વીજ થાંભલા પાસે બેલા યુવકને અચાનક જ થાંભલા માંથી ખૂબ ભારે શોટ લાગવાથી તેને અચાનક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બાદ આસપાસના લોકોમાં ખૂબ જ રોષ ફેલાયો હતો. તેથી વીજ કંપનીના અધિકારીઓએ આ વિસ્તારમાં જઈ વીજ પ્રવાહની તપાસ હાથ કરી હતી તાત્કાલિક જ વીજના અધિકારીઓએ પાવર સપ્લાયની તમામ લાઈનો બંધ કરાવી હતી પરંતુ એક યુવકનું મૃત્યુ થવાથી આસપાસના વિસ્તારોમાં રોશની લાગણી જોવા મળી હતી જામનગર શહેરના નાગનાથ ગેટ આવેલ તાજ હોટલ નથી એક યુવાન લઘુ શંકા માટે જતો હતો ત્યારે અચાનક જ ભારે વીજ પ્રવાહ પસાર થવાને કારણે થાંભલા માંથી ખૂબ ભયજનક સોટ લાગ્યો હતો.
તેથી આસપાસના લોકો તુરંત થાંભલા પાસે પહોંચી ગયા હતા જ્યાં તેને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા જીજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેની લાંબી સારવાર કર્યા બાદ મૃત જાહેર કરવામાં આવ્યું હતું તેથી પીજીવીસીએલના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરી નોંધ પ્રાપ્ત કરી હતી પરંતુ યુવકનું મૃત્યુ થવાથી પરિવારમાં શોક નો માહોલ સર્જાયો હતો.