રાજકોટ શહેરમાં માત્ર 18 વર્ષીય એક દીકરીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે આજના વિદ્યાર્થીઓ સામાન્ય કારણોસર આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે ગુજરાતના રાજકોટ શહેરમાં 18 વર્ષની દીકરીએ કોલેજમાં વારંવાર પ્રયાસ કર્યા છતાં પણ એડમિશન ના મળવાને કારણે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાય મોતને ભેટી હતી.
રાજકોટમાં આવેલા રૈયાધાર વિસ્તારના શ્યામ વિલા એપાર્ટમેન્ટમાં 18 વર્ષીય પ્રાર્થના એ ઘરમાં પોતાના દુપટ્ટા બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો આ ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસ ઘટના જ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી વધુ તપાસ હાથ કરતા પોલીસને સુસાઇડ નોટ પ્રાપ્ત થઈ હતી.
જેમાં એડમિશન લેવા માટે કોલેજમાં વારંવાર પ્રયાસ કર્યા છતાં પણ ના મળતા આત્મહત્યા કરી હોવાનું કારણ બહાર આવ્યું હતું. પ્રાર્થના એ પોતાની સુસાઇડ નોટમાં પોતાના કોલેજના એડમિશનને લઈને લખ્યું હતું કે આજે એડમિશન ન મળ્યું તો હું શું કરીશ તમને બધાને લાગે છે કે હું આખો દિવસ ખુશ રહું છું તો મને કંઈ ટેન્શન નથી તમારા કરતાં વધારે મને ટેન્શન છે કારણ કે ફ્યુચર તો મારું છે ને તેથી સોરી આવું કહી સુસાઇડ નોટ લખી હતી પ્રાર્થના એ તેની પહેલા પણ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી તે માટે એક વિષયમાં નાપાસ થઈ હતી.
તેથી તેણે પૂરક પરીક્ષા આપી હતી જો કે તેમાં તે પાસ થઈ ગઈ હતી ત્યારબાદ કોલેજમાં એડમિશન લેવા માટે તેણે ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ તેને કોલેજમાં એડમિશન ના મળતા તે ખૂબ જ ચિંતામાં રહેતી હતી તેથી જ તેણે આવું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું તે છેલ્લા ઘણા દિવસથી પોતાના શહેરમાં આવેલી અલગ અલગ કોલેજમાં એડમિશન લેવા માટે પ્રયાસ કરી રહી હતી પરંતુ તેને કોઈપણ જગ્યાએ એડમિશન મળતું ન હતું.
તેથી તેણે તેની માતાને જણાવ્યું હતું. પરંતુ તેની માતાએ આગળના દિવસે અન્ય કોલેજમાં એડમિશન લેવા જવા માટે કહ્યું હતું તેથી જ તે પોતાના રૂમમાં તૈયાર થવા માટે ગઈ હતી પરંતુ લાંબા સમયથી બહારના આવતા માતાએ અવાજ કર્યો હતો પરંતુ તેનો કોઈ જવાબ ન આવતા તેની માતાએ દરવાજો તોડ્યો હતો ત્યાં અચાનક જ પ્રાર્થનાનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો આ સાથે જ તેમના માતા-પિતા માથે આભ ફાટી પડ્યું હતું.
જોકે પોલીસ અન્ય લોકો પાસે પૂછપરછ કરી આ ઘટના સાથે જોડાયેલા અન્ય કારણો બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સામાન્ય બાબતને લઈને આવા પગલાઓ પડતા હોય છે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.