સાળંગપુરમાં દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું…4 કિમી દૂરથી થશે દાદાના દર્શન

સાળંગપુરને હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું આજે 5 એપ્રિલના દિવસે અનાવરણ થશે. અનાવરણની સાથોસાથ ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે. તો સંસ્થાના વડા પરમ પૂજ્ય 1008 રાકેશ પ્રકાશ દાસજીના હસ્તે મૂર્તિનું અનાવરણ થશે.

હનુમાન દાદાની 4 કરોડ રૂપિયાના ખર્ચે મૂર્તિ તૈયાર થઇ છે. હનુમાન દાદાની આ મૂર્તિના સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકશો. ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયું છે. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખી રાખવામાં આવી. 11,900 સ્ક્વેર ફૂટમાં બનશે વાવ અને એમ્ફી થિએટરનું નિર્માણ કરવામાં આવશે. એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

ગાર્ડનમાં 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું છે. 3 લાખ સ્કેવર ફૂટમાં ભોજનાલય પથરાયેલુ છે. એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકે તેવું બનાવવામાં આવ્યું છે. ત્યારે ભોજનાલય લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે. અહીંની મેસમાં થર્મલ બેઝથી તૈયાર થશે રસોઇ. 15 હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી મશીનરી. ત્યારે હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે કરવામાં આવનાર છે.

મહત્વનું છે કે, મૂર્તિની ફરતે અલગ અલગ 36 જેટલા ઘુમ્મટ તૈયાર કરાયા છે. તો મૂર્તિનો બેઝ સ્ટેજ તરીકે ઉપયોગમાં લઈ શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મૂર્તિની ફરતે અહીં વિવિધ 10થી વધુ મ્યૂરલ પણ તૈયાર કરાયા છે. તો મૂર્તિની સામે 4 જેટલા ગાર્ડન પણ બનાવવામાં આવ્યાં છે.

‘કિંગ ઓફ હનુમાન’ની વિશેષતાઓ

  • મુકુટ: 7 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
  • મુખારવિંદ: 6.5 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
  • હાથનું કડુ: 15 ફૂટ ઊંચુ, 3.5 ફૂટ પહોળું
  • હાથ: 6.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
  • પગ: 8.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
  • આભૂષણ: 24 ફૂટ લાંબા, 10 ફૂટ પહોળા
  • પગના કડા: 15 ફૂટ ઊંચા, 2.5 ફૂટ પહોળા
  • ગદા: 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી

ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે. ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે. 30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. પાંચ હજાર વર્ષ સુધી પણ અડીખમ રહે અને ભૂકંપના કોઈ પણ મોટા ઝટકા આવે તોય કંઈ થાય નહીં તેવી આ પ્રતિમા હરિયાણાના માનેસરમાં તૈયાર કરવામાં આવી છે. 11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેકટ 1,45,888.49 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. 200થી 300 કારીગરોએ રોજના આઠ કલાક કામ કરીને પ્રતિમા તૈયાર કરી છે. પ્રતિમાનો બેઝ બનાવતા એક વર્ષનો સમય લાગ્યો હતો. 50 હજાર સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘનફૂટ લાઇમ ક્રોંકિટના ફાઉન્ડેશનથી બેઝ બનાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *