દેશભરમાં સુસાઇડના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણા લોકો પ્રેશરમાં આવીને આપઘાત કરે છે તો કોઈ પ્રેમના કારણે આપઘાત કરે છે. અમુક કિસ્સાઓ એવા હોય છે જેમાં પત્ની પતિના ત્રાસથી આપઘાત કરી લે છે. તો ક્યારેક પતિ ગુસ્સામાં આવીને પત્નીનો જીવ લઈ લેતો હોય છે. હાલ એક એવી જ ઘટના સામે આવી છે જેમાં પતે પત્નીના સંબંધોથી કંટાળીને દીકરી, ભત્રીજા અને ભાઈ સાથે આપઘાત કરી લીધો.
એક વ્યક્તિએ પોતાના પારિવારિક ઝઘડાના કારણે કાર નહેરમાં ઘુસાડી દીધી. આ ઘટનાને અંજામ આપતા પહેલા વ્યક્તિએ એક લાઇવ વિડિયો facebook પર શેર કર્યો હતો. જેમાં તે બાળકોને પૂછી રહ્યો છે કે તમે જીવવા માંગો છો ત્યારે તેમના બાળકો પણ ના પાડે છે અને પછી આ ભાઈ કાર નહેરમાં ઘુસાવી દે છે.
મળતી માહિતી અનુસાર આ વ્યક્તિની પત્ની થોડા દિવસ પહેલા બે બાળકોને છોડીને કોઈ બીજા વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી. ખાસ આ વાતથી જ વ્યક્તિ પરેશાન થઈ ગયો હતો જેના બાદ તેણે પરિવાર સાથે કારમાં જમ્પ લગાવ્યો. મંગળવારે મોડી સાંજે નહેરમાં ખૂબ જ શોધખોળ બાદ ચારેય ની લાશ બહાર કાઢવામાં આવી.
આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે. મોત પહેલા facebook પર આ વિડીયો લાઇવ કરવામાં આવ્યો હતો. પત્નીથી કંટાળીને આ પતીએ આવું પગલું ભર્યું હતું.