રાજભા ગઢવીની એક ઝલક જોવા પ્રમુખ સ્વામી નગરમાં લોકોના ટોળા વળ્યાં, ડાયરાની એવી રમઝટ બોલાવી કે…જુઓ વિડીયો

અમદાવાદની અંદર 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તમે જોયું કે નહીં? આ નગરનું પીએમ મોદીને હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલવાનો હોવાથી મોટા મોટા મહા અનુભવો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે સંધ્યા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભજન સંગત નો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

જ્યારે ગુજરાતમાં ડાયરાઓ દ્વારા લોકપ્રિય થયેલા રાજભા ગઢવી પણ આ નગરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જેનો વિડીયો રાજભા ગઢવી એ તેના instagram પર શેર કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો રાજભા ગઢવીનું પ્રમુખ નગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ તે ચરણની પ્રતિભા પર પુષ્પ અર્પણ કરીને પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમાને બે હાથ જોડીને નમન કરે છે. રાજભા ગઢવી ની એક ઝલક જોવા લોકો આતુર હતા.

રાજભા ગઢવીએ પ્રમુખસ્વામી નગરમાં બનાવવામાં આવેલા અક્ષરધામની પણ મુલાકાત લીધી હતી. શ્રીજીના ચરણોમાં તેમણે માધવ ટેકવ્યું આ ઉપરાંત રાજભા ગઢવીએ ત્યાં સ્થાપિત બાળનગરીની પણ મુલાકાત લીધી. બાળગરીની બહાર નાના બાળકો રાજભા ગઢવીને મળ્યા અને તેમની વાત શાંતિથી સાંભળી.

રાજભા ગઢવી નું સ્વામીએ સ્ટેજ પરથી સાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. રાજભા ગઢવીએ આ વિડીયો શેર કરતા કેપ્શન માં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું નામ પણ લખ્યું છે. તેના આ વિડીયો પર લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને જય સ્વામિનારાયણ લખી રહ્યા છે. આ ઉપરાંત તેણે પ્રમુખસ્વામી નગરમાં ડાયરાની રમઝટ પણ બોલાવી હતી. જેમાં તેણે પ્રમુખસ્વામી મહારાજના ગુણગાન ગાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *