હાલ ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે ચીનમાં કોવિડમાં કેસની સંખ્યા રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. જેના આરોગ્ય અધિકારીએ માહિતી જણાવ્યું કે ચીનમાં ગયા દિવસે 31656 નવા કોરોના કેસ પોઝીટીવ કેસ નોંધાયા ગયા હતા. ચીનમાં કોવિડ-19ના કેસ એક દિવસમાં સૌથી વધારે ઉછાળો થયો છે. આ આંકડા એપ્રિલના મધ્યમ ના નોંધાયેલા 29,390 ચેપ કરતાં વધુ છે. એક દિવસ પહેલા ચીનમાં કોરોનાના 28000 થી વધુ નવા કેસ નોંધાયા હતા.
ચીનમાં કોરોનાના કેસોમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. માહિતી અનુસાર રવિવારે છ મહિના પછી એક વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેને જોતા ચીનની સરકારે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દીધું છે. આરોગ્ય વિભાગની ટીમ વધુમાં વધુ કોરોના ટેસ્ટિંગ અને ક્વોરેન્ટાઈન પર ભાર આપી રહી છે.
ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કોવિડના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આજથી રાજધાનીમાં જાહેર સ્થળોએ પ્રવેશના 48 કલાક પહેલા નેગેટિવ પીસીઆર કોવિડ ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. એટલે કે, લોકોએ હવે શોપિંગ મોલ, હોટલ, સરકારી ઓફિસોમાં જવા માટે કોવિડ રિપોર્ટ બતાવવો પડશે. આ સાથે લોકોને જરૂર પડ્યે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.