પ્રમુખસ્વામી નગરમાં જારી કરવામાં આવી કોરોના ગાઈડલાઇન્સ – જાણો કોને મળશે એન્ટ્રી અને કોને નહીં મળે?

પ્રમુખસ્વામી નગરમાં મુલાકાત લેવા લોકો દેશ-વિદેશથી ખૂબ જ મોટી માત્રામાં આવી રહ્યા છે. આ નગરની મુલાકાત માટે હજારો બુકિંગ થઈ ચૂક્યા છે. જ્યારે હાલમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને સરકારે પ્રમુખસ્વામી નગરમાં મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ માટે નવી કોરોના ગાઈડલાઇન્સ જારી કરી છે.

પ્રમુખસ્વામી નગરમાં સેવા કરનાર લોકો સાથે સાથે ત્યાં મુલાકાત લેતા ભક્તોને પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નગરમાં બીમાર વ્યક્તિને ન જવાની અપીલ કરવામાં આવી છે અને દેશ-વિદેશથી આવતા યાત્રીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કોરોના ગાઈડલાઇન્સ

કોને એન્ટ્રી મળશે અને કોને નહીં?
પ્રમુખસ્વામી નગરમાં સેવામાં રોકાયેલા તમામ સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત રહેશે. સાથે સાથે દર્શન માટે આવતા તમામ લોકોને માસ ફરજિયાત પહેરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે જે સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવાનું રહેશે. પ્રમુખસ્વામી નગરમાં એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળો અને નમસ્કાર મુદ્રામાં જ વાતચીત કરવાનો આગ્રહ રાખો. શરદી, તાવ, ઉધરસ થી પીડિત લોકોએ પ્રમુખસ્વામી નગરમાં ન આવવું જોઈએ.

મિત્રો તમને જણાવી દઈએ કે હાલ તો ગુજરાતમાં ચિંતા ની કોઈ વાત જ નથી પરંતુ સાવચેતી રાખવી એ ખૂબ જ જરૂરી છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બેઠક બોલાવી હતી પણ કોઈ નિયંત્રણ માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી. હાલ ગુજરાતમાં ચાઈનીઝ વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા હતા. જે એક થી ત્રણ મહિના જૂના છે અને આઇસોલેશન બાદ ત્રણેય દર્દીઓ સ્વસ્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *