ક્રિકેટની દુનિયામાં અનેક ક્રિકેટર અને લઈને અવારનવાર તેમના સમાચાર સામે આવતા હોય છે. તેવા સમયની અંદર એક ક્રિકેટરના અકસ્માતના લઈને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ દિગ્ગજ બોલર પ્રવિણ કુમારની કારને એક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત જ્યારે પ્રવીણકુમાર મંગળવાર રાત્રે પોતાની કાર લઈને પાંડવ નગર થી પરત ફરી રહ્યા હતા ત્યારે બન્યો હતો.
જેમાં તેનો પુત્ર પણ હાજર હતો પ્રવિણકુમાર જે કારમાં સવાર હતા તે કારની કિંમત લગભગ 2.5 કરોડ હતી પ્રવીણ કુમારની કાર ને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તેની સાથે સાથે તેનો પુત્ર ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો આ અકસ્માત ની જાણ થતા તુરંત જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ તુરંત જ પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ થતા જ હાથ ધરી હતી. મંગળવારે રાત્રે એક ખૂબ ઝડપથી ગતિમાં આવતું કન્ટેનરે કારને જોરદાર ટક્કર મારતા તેના પુત્રને ગંભીર ઈજા પહોંચ્યો હતી.
જોકે પ્રવિણ કુમારે ભારતની ટીમમાં રહીને ભારતની જીત માં સૌથી મોટું યોગદાન આપ્યું છે. પ્રવીણકુમાર ભારતીય ટીમના દિગજ બોલરમાંના એક હતા. પ્રવીણ કુમારના અકસ્માતની જાણ થતાં તેના ચાહકો પણ ખૂબ ચિંતાતુર જોવા મળ્યા હતા. પરંતુ હવે પ્રવીણકુમાર અને તેમનો પુત્ર બંને સુરક્ષિત છે. પ્રવીણ કુમારે માત્ર 26 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દી પૂરી કરી હતી.
થોડા સમય માટે તેઓ ipl માં ગુજરાત લાયન્સ ની ટીમ તરફથી રમતા જોવા મળ્યા હતા જેમાં તેમના ચાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો ગુજરાત લાયન્સ ની ટીમ તરફથી રમીને તેમને તેમનું ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. પ્રવીણ કુમારે ભારત તરફથી છ ટેસ્ટ 68 વન-ડે અને 10 ટી 20 મેચ રમી છે તેણે ipl માં પણ વિકેટ લઈને ગુજરાત લાયન્સ ને એક સન્માન જનક સ્થિતિ પર પહોંચાડ્યું હતું.
જોકે ભારતના ક્રિકેટરોના અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે થોડા સમય પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી એવા રિષભ પંથની કારણે અકસ્માત નડ્યો હતો. તેના કારણે તેમને ભારતીય ટીમથી દૂર જવું પડ્યું હતું. પરંતુ હવે પોતાની ઇન્જરીથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છે તે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર છે.