ગુજરાતમાં ફેમસ એવા કિર્તીદાન ગઢવી ને તો તમે જાણતા જ હશો. આપણે સૌ જાણીએ છીએ કેટલાક સમયથી ગુજરાત રાજ્યની અંદર લોક ડાયરાના કલાકારો ખૂબ જ જોર ચલાવી રહ્યા છે. કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી જેવા મોટા મોટા કલાકારો ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ ગયા છે અને પોતાની અલગ ઓળખાણ ઊભી કરી છે.
થોડા સમય પહેલા પંખી કોઠારીયા ગામની અંદર કિર્તીદાન ગઢવીનો ખૂબ જ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જગ્યા પર કમાભાઈ રાતોરાત લોકપ્રિય બની ગયા હતા. અને ત્યાર પછી કમાભાઈ ની હાજરી અચૂક બની ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર છોટે રાજા નામથી એક youtube ચેનલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જે ખૂબ જ વાયરલ થયો છે.
કિર્તીદાન ગઢવી નો જ્યારે પણ ડાયરો હોય ત્યારે જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે. કિર્તીદાન ગઢવી ની ફેન ફોલોવિંગ દિવસે ને દિવસે વધતી જાય છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ તેના ચાહકો ડાયરા નો લાભ લેવા માટે વાટે બેઠા છે.
અત્યારે સોશિયલ મીડિયા પર youtube ના માધ્યમ દ્વારા જાદવ ગઢવી લોક સાહિત્ય નામની એક ચેનલ દ્વારા વિડીયો મુકવામાં આવ્યો હતો. આ વિડીયો અપલોડ કરતા ની સાથે જ લાખો વ્યુસ મળી ચૂક્યા છે. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોને ટાઈટલ આપવામાં આવ્યું છે કે છોટે રાજા ને જોઈને કમો ચિંતામાં. આપણે સૌ જોઈ શકીએ છીએ આ ડાયરાના પ્રોગ્રામ ની અંદર કિર્તીદાન ગઢવી પોતાના સુરને લીધે લોકોને મનમોહન કરાવી દીધા છે.
બાજુમાં આપણા કમાભાઈ બેઠેલા જોવા મળી રહ્યા છે. આ વ્યક્તિની ઊંચાઈ થોડીક નાની છે અને તે ખૂબ જ સુંદર ડાન્સ કરવા લાગે છે. આ વીડિયો જોઈને એવું લાગે છે કે છોટે રાજા એટલે કે તે ડાન્સ કરી રહેલા વ્યક્તિને જેને નામ આપવામાં આવી રહ્યું છે તેની બાજુમાં કમાભાઈ પણ છે. કમો પણ આ વ્યક્તિને જોઈ રહ્યો છે કે આ શું ચાલી રહ્યું છે.