આપણા દેશમાં ડોક્ટરોને વિશેષ દરજ્જો આપવામાં આવે છે કારણ કે આપણે તેને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. જેવી રીતે ભગવાન આપણા સૌની રક્ષા કરે છે તેવી રીતે ડોક્ટરો ઘણીવાર ખૂબ જ ગંભીર બીમારી સામે લડીને દર્દીને તે બીમારીમાંથી બહાર કાઢતા હોય છે પરંતુ હાલના સમયમાં ઘણી વખત એવા સમાચાર આવતા હોય છે. જેમાં ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે દર્દીઓને પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે.
ઘણી વખત ડોક્ટર દ્વારા દર્દીને યોગ્ય સારવાર ન મળવાથી તથા ડોક્ટરની ભૂલ ને કારણે દર્દીનું મૃત્યુ થતું હોય છે આવી જ એક ઘટના સુરત શહેરમાં સામે આવી છે ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો ભાવનગર પાલીતાણા તાલુકાના વતની અને હાલમાં સુરત શહેરમાં કાપોદ્રા વિસ્તારની મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેકભાઈ અણગણ ઓનલાઈન માર્કેટિંગ ની ઓફિસમાં કામ કરતા હતા. તેમના પત્નીને ખૂબ જ લાંબા સમયથી એપેન્ડિક્સ ની સમસ્યા હતી તેથી સમસ્યા વધી જવાથી તેને સરથાણા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ડોક્ટરોની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ડોક્ટરના જણાવ્યા અનુસાર તેની તબિયત વધારે બગડી જતા મૃત્યુ થયું છે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ પરિવારે ડોક્ટર તથા હોસ્પિટલ પર આરોપ લગાવ્યો હતો કે પ્રિયંકા નું મૃત્યુ વધારે પડતું ક્લોરોફોમ સુંઘાડવાને કારણે થયું છે. આવો આક્ષેપ પરિવારજનો દ્વારા ડોક્ટરો પર લગાવવામાં આવ્યો હતો. પરિવાર એવધુ તપાસ માટે પ્રિયંકા ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
તેમના પરિવારનું કહેવું છે કે પ્રિયંકા ઓપરેશન થયા બાદ કેટલાય સમય વીતી ગયા બાદ પણ ભાનમાં આવી ન હતી ડોક્ટરે કહ્યું હતું કે પ્રિયંકાને 30 મિનિટમાં ભાન આવી જશે. પરંતુ ત્રણ કલાક બાદ પણ તે બેભાન જ રહી હતી ત્યારબાદ ડોક્ટરે તેની બે થી વધુ વાર તપાસ કરી હતી પરંતુ ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે પ્રિયંકાનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું છે.
જ્યારે તે પરિવાર આ વાત માનવા તૈયાર નહોતો તેથી તેને 30 કલાક બાદ પણ મૃતદેહ નો સ્વીકાર કર્યો ન હતો. તેણે કહ્યું હતું કે જ્યારે અમને ન્યાય મળશે ત્યારે જ અમે મૃતદેહ ને સ્વીકારશે આ સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ થતાં પૂછપરછ હાથ ધરી હતી. ઘણીવાર ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે પરિવારના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે.