ગુજરાતમાં રાજુલાના આ છોકરા માટે બધું જ છોડી ભારત આવી કેનેડીયન છોકરી, વાયરલ થઇ લગ્નની તસ્વીરો

લોહીના સંબંધો કરતાં પ્રેમના સંબંધો ખૂબ જ વધારે મજબૂત હોય છે. લોહીના સંબંધો હજુ દગો દઈ જાય પરંતુ દિલના સંબંધો ક્યારેય દગો આપે નહીં. એવું કહેવાય છે કે પ્રેમને કોઈ ઉંમર કે રૂપ હોતું નથી. પ્રેમના ફૂલ સુખા રણમાં પણ ખીલી જાય છે. ત્યારે આજે જમાનો સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયા દ્વારા લોકોનો પ્રેમ એટલો આગળ નીકળી ગયો છે જ્યાં તમારું મગજ પણ કામ ન કરે. હાલ એક એવી જ કહાની સામે આવી છે.

અવારનવાર ભારતીય યુવકો વિદેશી યુવતી સાથે પ્રેમના સંબંધમાં બંધાતા હોય છે. ત્યારબાદ લોકો ધામધૂમથી લગ્ન પણ કરતા હોય છે. તો ઘણી વખત વિદેશી યુવકોને ભારતીય યુવતી સાથે પણ પ્રેમ થઈ જાય છે. ત્યારે લગ્ન જ્યારે હિન્દુ રીતિ રિવાજની આવે તો ચારે બાજુ ચર્ચાઓ જ થતી હોય છે. હાલ એક એવા લગ્ન રાજુલા માંથી ચર્ચામાં આવ્યા છે.

રાજુલામાં રહેતો યુવક 2018 માં કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો. યુવકનું નામ જય પડ્યા હતું. યુવક કેનેડામાં રહેતો હતો અને તેની સાથે અભ્યાસ કરતી કોલિંગ સાથે તેને પ્રેમ થઈ ગયો. થોડા જ સમય માટે એકબીજાના એટલા ક્લોઝ આવી ગયા કે તેણે પ્રેમને આગળ વધારવાનો નક્કી કર્યું અને બંને લગ્ન કરવાનો વિચાર કર્યો. યુવતીએ ગુજરાત આવીને યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જેમાં આખું ગામ જોડાયું હતું.

કેનેડામાં રહેતી કોલેન તેના માતા પિતા સાથે ભારત આવી અને 22 ફેબ્રુઆરીના રોજ જય સાથે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્નના બંધન માં બંધાઈ ગઈ. આ લગ્ન રાજુલામાં આવેલી પટેલ વાડીમાં કરવામાં આવ્યા હતા. હાલ લગ્ન ના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

લગ્ન પછી જય અને કોલિંન કેનેડામાં જ વસવાટ કરે છે અને એક સાથે અભ્યાસ પૂરો કર્યા બાદ બંને સાથે જ નોકરી કરે છે. કોલેજમાં બંને એકબીજા સાથે પ્રેમમાં હતા અને પરિવારને પોતાના પ્રેમ સંબંધો વિશે વાત કરી. પરિવારના સભ્યો હા પાડી અને [પછી બંને ભારત આવીને લગ્ન કરવાનું નક્કી કર્યું. આ લગ્ન રાજુલામાં આવીને હિન્દુ રીત અનુસાર સાત ફેરા લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *