ભારતમાં પ્રથમ વખત કોઈ પુરુષ બાળકને જન્મ આપશે.કેરળના કોઝિકોડમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર કપલના ઘરે જલ્દી જ નાના બાળકની કિલકારીઓ ગુંજવાની છે.કપલ જિયા અને જહાદે સોશિયલ મીડિયા દ્વારા માતાપિતા બનવાના સારા સમાચાર શેર કર્યા છે. આ દંપતી માર્ચ મહિનામાં તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યું છે.
જિયા પોલ ત્રણ વર્ષ પહેલાં એક દિવસ કેરળના કોઝિકોડ શહેરમાં જહાદને મળી હતી. તે બંને ટ્રાન્સજેન્ડર હતા. પ્રથમ મુલાકાતમાં જ બંને મિત્રો બન્યા અને પછી તેમની વચ્ચે નિકટતા વધવા લાગી. મિત્રો તમને જણાવી દઈએ કે બંને છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે અને દેશમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે કોઈ ટ્રાન્સજેન્ડર ગર્ભવતી થઈ હોય.
ઈન્સ્ટાગ્રામ પર પ્રેગ્નેન્સીના ફોટો શેર કરતા જિયાએ પોસ્ટમાં લખ્યું, “જો કે હું કે મારું શરીરે જન્મથી સ્ત્રી નથી, એક બાળક મને માતા કહે છે, પરંતુ માતૃત્વનું આ સપનું મારી અંદર હતું.” અમે સાથે રહ્યાને ત્રણ વર્ષ થઈ ગયા છે. બે વર્ષ પહેલાં 23 વર્ષીય જહાદ અને 21 વર્ષની જિયા પાવલે પોતાનું લિંગ બદલવાની પ્રક્રિયા શરૂ કરી હતી. 2022માં જહાદની પ્રેગ્નન્સીને કારણે આ કપલે લિંગ બદલવાની આ પ્રક્રિયાને વચ્ચેથી રોકવી પડી હતી. 3 ફેબ્રુઆરી 2023ના રોજ જિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને કહ્યું કે જહાદ 8 મહિનાથી પ્રેગ્નન્ટ છે.
દંપતીએ તેમની પોસ્ટમાં કહ્યું છે કે એકવાર તેઓ માતા-પિતા બની જશે, ફરી એકવાર તેઓ બંને લિંગ બદલવાની આ પ્રક્રિયા શરૂ કરશે. જિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- ‘જ્યારે અમે 3 વર્ષ પહેલાં સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે અમને લાગ્યું કે અમારું જીવન અન્ય ટ્રાન્સજેન્ડર કપલ્સથી અલગ હોવું જોઈએ. રિપોર્ટ્સ અનુસાર ટ્રાન્સ કપલે પોતાનું લિંગ બદલવા માટે સર્જરીનો સહારો લીધો હતો. જિયા પુરુષ તરીકે જન્મી હતી પરંતુ સ્ત્રી બની હતી જ્યારે જહાદનો જન્મ સ્ત્રી તરીકે થયો હતો પરંતુ બાદમાં તેણે પુરુષ બનવાનું નક્કી કર્યું હતું. આ હોવા છતાં, જહાદ ગર્ભવતી થયો. કહેવામાં આવી રહ્યું છે કે પુરુષ બનવાની સર્જરી દrરમિયાન તેનું ગર્ભાશય અને અન્ય કેટલાક અંગો કાઢવામાં આવ્યા ન હતા.