વડોદરામાં એક ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે. જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભાજપના પ્રમુખ પ્રવિણસિંહ અટાલીયા ની દાદાગીરી સામે આવી હતી. તેણે ટોલનાકા પર કામ કરતા કર્મચારીને માર માર્યો છે. યુવા મોરચાના પ્રમુખ અને તેના ભાઈએ મારા માર્યો હોવાની ઘટના સીસીટીવી માં કેદ થઈ. ટોલનાકા પર કર્મચારી સાથે બોલાચાલી અને તકરાર પણ થઈ હતી.
ટોલનાકા પર લેવામાં આવતા કોઈપણ પ્રકારના ચાર્જ વગર તે કર પાસ કરાવવા બાબતે દાદાગીરી કરતો હતો. તેની અને અન્ય બીજી પાંચ ગાડીઓ કોઈપણ પ્રકારના ટોલ ચાર્જ વગર પસાર કરાવતો હતો. ઘટના સીસીટીવી માં કેદ થઈ અને તેની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ ઘટનાને લઈને પૃથ્વીરાજસિંહે જણાવ્યું કે ટોલનાકા પર અજાણ્યા વ્યક્તિની ગાડી આવી એ ભાઈએ 210 રૂપિયા ભરવાની ના પાડતા મેં ઉપર સાહેબને ફોન લગાડ્યો અને કહ્યું કે આ ભાઈ પૈસા ભરવાની ના પાડી રહ્યા છે. ત્યારબાદ પ્રવિણસિંહે જણાવ્યું કે મારી ગાડી જેટલી વાર આવે છે એટલી વાર તમે મારી ગાડી ને રોકે છો. ત્યાર પછી ચારથી પાંચ વ્યક્તિઓએ મારી સાથે મારામારી કરી અને પાંચ ગાડીઓ જવા દીધી. બે ગેટ પણ તોડી નાખ્યા.
આ દાદાગીરી સત્તાપક્ષ નેતા દ્વારા કરવામાં આવી તે યોગ્ય કહી શકાય નહીં. આ સમગ્ર વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.