હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નને લઈને ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. હાલ એક વિડિયો સામે આવ્યો છે જે ખૂબ જ વાયરલ થયો છે. ઘણા વીડિયોમાં લગ્નની અંદર મસ્તી મજાક ભરેલો અંદાજ જોવા મળતો હોય છે તો ક્યારેક ડાન્સ પણ જોવા મળે છે.

ઘણા લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવે છે. કપલ અલગ અલગ સ્થળો પસંદ કરે છે. જ્યાં જઈને ફોટોગ્રાફી કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે. ઘણા લોકો ફોટોશૂટ માટે એવા એવા પોઝ આપતા હોય છે જેની તસવીરો અને વિડિયો ખૂબ જ વાયરલ થાય છે અને ખૂબ જ લોકો પસંદ કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો એક કપલ ફોટોશૂટ કરાવી રહ્યું છે. આ દરમિયાન કન્યાએ સાડી પહેરેલી છે અને વરરાજો શૂટ પહેરીને ઉભો છે. કન્યાએ વરરાજા ને પકડ્યો છે અને ફોટોગ્રાફર તેનો ફોટો પાડી રહ્યો છે.
કન્યા ફોટોગ્રાફર ને કહે છે “ભાઈ ઓડ પોઝ ન લેતા”. ફોટોગ્રાફર પણ હા કહીને તેનો ફોટો ક્લિક કરવાની તૈયારી કરે છે. ત્યારે અચાનક જ કન્યા વરાછાના હોઠ પર ચુંબન ચોડી દે છે. આ દ્રશ્ય જોઈને ફોટોગ્રાફર પણ શરમાઈ જાય છે અને પોતાનો કેમેરો અને નજર બંને નીચી કરી લે છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.