ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રહેનાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. એટલે કે હવે સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. રેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માહિતી આપી છે. આ પહેલા સુરેશ રેના એ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તેણે ઉત્તર પ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું તે ઇન્ડિયા પ્રીમિયર લીગ પણ રમી રહ્યો હતો જો કે છેલ્લી ipl 2022 સિઝનમાં રહેનાએ કોઈપણ ફ્રેન્ચાઝીએ ખરીદો ન હતો.

સુરેશ રેનાનો ટવીટ :
સુરેશ રેને ટ્વિટમાં લખ્યું કે દેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યો માટે ક્રિકેટ રમો મારા માટે ગર્વની વાત છે હવે હું ક્રિકેટના તમામ બાંધી નિવૃત્તિની જાહેરાત કરું છું સાથે સાથે હું બીસીસીઆઈ ક્રિકેટ એસોસિયેશન, ipl ટીમ csk અને રાજીવ શુક્લા નો આભાર વ્યક્ત કરું છું. મને આટલો સપોર્ટ કરવા બદલ અને મારા ચાહકોનો પણ ખુબ ખુબ આભાર.

સુરેશ રેનાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી:
સુરેશ રેના એ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી તેણે 18 ટેસ્ટ મેચમાં સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. આ મિડલ ઓર્ડર બેટ્સમેને ટીમ ઇન્ડિયા માટે 226 વન-ડે ઇન્ટરનેશનલ મેચમાં ભાગ લીધો હતો આ દરમિયાન સુરેશ રેનાએ 5615 રન બનાવ્યા જેમાં પાંચ સદી સામેલ છે તે જ સમયે આંતરરાષ્ટ્રીય મેચમાં રેનાના નામે 1604 રન છે.