રાજ્યમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 88 બેઠકોનું મતદાન થશે. ત્યારે આવા માહોલમાં વોટ લેવા માટે દરેક પાર્ટી એવા એવા પ્રયાસો કરી રહી છે કે આ વીડિયો જોઈને તમે પણ કહેશો આ શું ચાલી રહ્યું છે.
આ વિડીયો બનાસકાંઠા નો હોવાનું સામે આવ્યું છે. મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો લાઈનમાં બેઠા છે અને ભાજપનો ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ રૂપિયાની વહેંચણી કરી રહ્યા છે. મહત્વનું એ છે કે ચૂંટણીમાં મતદારોને કેવી રીતે લાલચ અપાય તેનો પડદા ફાશ કરતો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
બે તબક્કામાં થશે મતદાન
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.