સોશિયલ મીડિયામાં અવારનવાર નવા વાયરલ વિડીયો આવતા જ હોય છે જેનાથી લોકોનું મનોરંજન પણ થઈ જાય છે કેટલાક વિડીયો ખૂબ જ મજેદાર હોય છે તો કેટલાક વિડીયો એવા પણ હોય છે જેને જોયા પછી આપણે ખુશ ખુશાલ થઈ જઈએ છીએ. હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં છોકરી ભેંસને ચારો ખવડાવતી દેખાય છે પરંતુ જોત જોતામાં જ તે ભેંસની સામે ડાન્સ કરવા લાગે છે. અને ભેંસ કંઈક એવું કર્યું કે જોઈને લોકો ચોંકી ગયા.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી ચારો લઈને ભેંસ પાસે જાય છે અને ભેંસ સામે મૂકે છે અને ભેંસની બાજુમાં ઠુમકા લગાવવા લાગે છે પરંતુ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે છોકરીનું ઠુમકા લગાવવું ભેંસને જરાક પણ ગમ્યું નથી અને ગુસ્સામાં ભેંસે શીંગડું માર્યું ને છોકરી ત્યાં જ પડી ગઈ છોકરીની આ હાલત જોઈને તમને હસવું તો જરૂર આવ્યું હશે.
આ વિડીયો instagram માં શેર કરવામાં આવ્યો અને સાથે લખ્યું “અરે દીદી આવી ગયો સ્વાદ” આ વિડીયો ને થોડી જ સેકન્ડમાં લાખો વ્યુઝ આવી ગયા.