તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શો દરેક લોકોના દિલમાં રાજ કરે છે. આ શો એટલો હાસ્યપદ વસાવે છે કે લોકો આ શોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. Taarak mehta ka ooltah chashmah માં ગોકુલધામ સોસાયટીને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. આમાં મુખ્ય એક્ટર તરીકે જેઠાલાલ અને દયાબેન ને ગણવામાં આવે છે. પરંતુ આ સીરીયલ ની અંદર દરેક એક્ટરની પોતાની અલગ અલગ ઓળખાણ છે.

દરેક સભ્યો ગોકુલધામ સોસાયટીના મેમ્બર્સ છે. ત્યારે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે નું પાત્ર ઘણા લોકોને ગમે છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ભીડે 12 વર્ષ પહેલા દુબઈમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તે દુબઈ છોડીને ગોકુલધામ સોસાયટીમાં હાથ અજમાવવાનું વિચાર્યું. ખૂબ જ વિચાર્યા પછી તે નોકરી છોડીને મુંબઈ આવી ગયા.

વર્ષ 2008 સુધી સખત મહેનત કરી તેણે જણાવ્યું હું મિકેનિકલ એન્જિનિયર હતો દુબઈમાં હું નોકરી કરતો હતો. મારી નોકરી છોડીને 2,000 માં હું ભારત આવ્યો કારણ કે હું અભિનયમાં મારી કારકિર્દી બનાવવા માંગતો હતો. તેણે ઘણા થિયેટરો ભજવ્યા છે પરંતુ ક્યારેય અભિનયમાં બ્રેક મળ્યો નથી. ઇન્ડસ્ટ્રીની અંદર ઘણું બધું કામ કર્યું છતાં બ્રેક મળ્યો ન હતો. ત્યાર પછી તેણે 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો મળ્યો.

ભીડે ઘણી મરાઠી ફિલ્મો અને ટીવીમાં કામ કર્યું છે. મંદાર ચાંદવાડ કરને તેની સાચી ઓળખ સબ ટીવી સીરીયલ taarak mehta ka ooltah chashmah માં આત્મારામ તુકારામ ભીડે ના અભિનયથી મળી. તેણે જણાવ્યું આ સીરીયલ એ મારી જિંદગી બદલી નાખી અને મને પ્રખ્યાત કરી દીધો. લોકો મને ભીડે ના નામથી આજે ઓળખે છે. મને ખબર ન હતી કે હું એક સીરીયલ નો ભાગ બનવા જઈ રહ્યો છું અને ભવિષ્યમાં આ સીરીયલ તમામ રેકોર્ડ તોડવાની છે. મેં મારા જીવનમાં વિચાર્યું પણ ન હતું કે હું આટલો પ્રખ્યાત થઈ જઈશ અને આ ટીવી સિરિયલમાં કામ કરીશ.

ભીડે નું સ્વપ્ન હતું કે બોલીવુડ એક્ટર જેવા કે અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા કલાકારો સાથે કામ કરે. આજે આ બધા સ્ટાર્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવી ચૂક્યા છે. ભીડે કહે છે લોકો આ મોટા સ્ટાર સાથે કામ કરવાની તક શોધી રહ્યા છે, પરંતુ મને આ તક આ સીરીયલ દ્વારા મળી.

ભીડે વધુમાં જણાવ્યું સૌથી યાદગાર અમિતાભ બચ્ચન અમારા સેટ પર આવીને બધાને મળ્યા અને મારુ સ્વપ્ન પૂર્ણ થયું. ગોકુલધામ સોસાયટીના શિક્ષક અને સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની ભૂમિકા ખૂબ જ અલગ છે. આ સીરીયલ ની અંદર જેઠાલાલ અને ભીડે નાની નાની વાતમાં ઝઘડો કરતા હોય છે. સીરીયલ ની વાત કરવામાં આવે તો જેઠાલાલ અને તેના પરિવાર સાથે પ્રેમ નફરત નો સંબંધ છે. સિરિયલમાં ભીડે સેક્રેટરી અને ટ્યુશન ટીચર નું પાત્ર ભજવે છે. મુંબઈ મુંબઈમાં જન્મેલા ભીડે એન્જિનિયર છે પરંતુ એક્ટિંગ પ્રત્યે લગાવ હોવાના કારણે તેણે નોકરી છોડી દીધી અને આ સીરીયલમાં કામ કરવાનું શરૂ કર્યું.