અવારનવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા તથા અભિનેત્રીઓના મૃત્યુના સમાચાર આપણી સામે આવતા હોય છે તેની સાથે સાથે ટીવી સિરિયલમાં અભિનય કરતા અભિનેતા તથા અભિનેત્રીઓના પણ મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે તેવામાં હાલમાં જ પવિત્ર રિશ્તાથી લોક ચાહના મેળવનારી અંકિતા લોખંડે પર એક દુઃખદ સમાચાર આવી પડ્યા છે.
તેમના પિતાનું 12 ઓગસ્ટ 2023 ના રોજ દુઃખદ અવસાન થયું હતું. આ સમાચાર સાંભળતાની સાથે જ અંકિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેની અમુક તસવીરો સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા શેર કરવામાં આવી હતી આ સમાચાર સાંભળતાની સાથે જ અંકિતાના ચાહકોમાં પણ દુઃખનો માહોલ સર્જાયો હતો અંકિતાના પિતાનું નામ શ શશીકાંત લોખંડે હતું તેઓ બેંકમાં ફરજ બજાવતા હતા.
અંકિતા તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી તે જ તેના જીવનનું અમૂલ્ય આધાર હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમના પિતાની તબિયત બગડવામાં વધારો થયો હતો. તેથી તેના પિતાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ જ્યાં તેની લાંબી સારવાર બાદ 12 ઓગસ્ટ 2023 ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ સમાચાર સાંભળી અંકિતા ધ્રુસકે ધ્રુસકે રડી હતી. તેમના પિતાની અંતિમયાત્રામાં ફિલ્મના તથા ટીવીના અભિનેતા તથા અભિનેત્રીઓ હાજર રહ્યા હતા. તેની સાથે સાથે અભિનેત્રીએ તેના પિતાને કાંધ આપી હતી. આ દુઃખના સમયમાં અંકિતાનો પતિ વિકી પણ હાજર રહ્યો હતો. અંતિમ યાત્રાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તેમના ચાહકો પણ ખૂબ જ દુઃખી થયા હતા. અંકિતા લોખંડે ત્રણ ભાઈ બહેનો છે પરંતુ અંકિતા તેના પિતાની ખૂબ જ નજીક હોવાને કારણે તે તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી.
આ અંતિમયાત્રાઓમાં બીજા ઘણા દિગ્ગજો પણ હાજર રહ્યા હતા તે અંકિતાને સાત્વના આપતા હતા. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અંકિતાનો પતિ વીકી જૈન તેના સસરા પાર્થિવ દેહને કાંધ આપતા જોવા મળી રહ્યા છે તેઓ પણ ખૂબ જ દુઃખી થયા હતા. પરંતુ વીકી તેની પત્નીને હિંમત આપતો હતો અંકિતા તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતી હોવાથી ફાધર્સ ડે ઉપર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. માં તેના ચાહકોનો પણ ખૂબ જ પ્રેમ મળ્યો હતો.
અંકિતા એ તેના કરિયરમાં ખૂબ જ સંઘર્ષ કરી લોકોના દિલમાં એક અનોખું સ્થાન મેળવ્યું હતું અંકિતાના માર્ગદર્શક તથા તેના હીરો તેના પપ્પા જ રહ્યા હતા અંકિતાએ ટીવી સીરીયલ પવિત્ર રિશ્તા માં અનોખો અભિનય કરી લોક ચાહના મેળવી હતી તેની સાથે સાથે તેના સંઘર્ષ થકી 2019 માં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી તે તેના માટે અનોખી સફળતા હતી આજે પણ તેના ચાહકો અંકિતાને એટલો જ પ્રેમ કરી રહ્યા છે તેમના ચાહકો તેના દુઃખના સમયે પણ તેમની સાથે રહ્યા હતા. આ જ પ્રેમ અંકિતાની સફળતાનો એક ભાગ બન્યો હતો.