પહાડો પર ગાડીઓ ચલાવવાની મજા જ કંઈક અલગ હોય છે. વિશ્વના કેટલાક સૌથી ખતરનાક રસ્તાઓ તમે જોયા હશે અને તમને ત્યાં ફરવા જવાનું પણ ખૂબ જ મન થતું હશે, તો તમે યોગ્ય જગ્યા પર આવ્યા છો. હાલમાં જ ટ્વીટર પર વાયરલ થયેલો એક વિડીયો બતાવે છે કે હિમાલય સુધીની બસ ની સવારી કેટલી મુશ્કેલ અને રોમાંચક હોય છે. ચંબાથી કિલાર જતી હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC) ની એક બસ નો વિડીયો સામે આવ્યો છે આ જોઈને તમારા શ્વાસ અધ્ધર થઈ જશે.
ટ્રાવેલિંગ ભારત યુઝર્સ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલ એક વિડિયો બતાવે છે કે બસ ખતરનાક ભૂપ્રદેશ પર નેવિગેટ કરી રહી છે. જેમાં એક વોટરફોલ પણ શામેલ છે જે અદભૂત નજારો બતાવે છે. આ રૂટને ભારતના સૌથી જોખમી માર્ગોમાંથી એક ગણવામાં આવે છે. જે સમુદ્ર સપાટીથી 4,420 મીટર (1,4500 ફૂટ) ઊંચાઈએ છે. શિખર સુધી પહોંચવા માટેનો સૌથી મુશ્કેલ અને કાચો રસ્તો છે.
આ વીડિયોના કેપ્શન માં એવું પણ લખવામાં આવ્યું છે કે “હિમાચલની બસમાં ચંબા થી કીલાર સુધીની રોમાંચક સવારી”ધોધ અને પ્રકૃતિની સુંદરતા જોઈ શકો છો, પરંતુ આ 51 સેકન્ડનો વીડિયો જોઈને તમે હચમચી જશો.
આ વીડિયો જોઈ ને લોકો એટલા ડરી ગયા છે કે અમુક લોકો કૉમેન્ટ કરી રહ્યા છે કે ‘રોમાંચક કે હત્યા’ ? અન્ય એક યુઝરે બસ ડ્રાઈવરના વખાણ કરતા લખ્યું, ‘ડ્રાઈવરને સલામ! બીજા યુઝરે લખ્યું જો તમે આ બસમાં મુસાફરી કરવાનુ વિચારી રહ્યાં છો તો કૃપા કરીને આ સવારી પહેલાં જ નીચે ઉતરી જજો…