આજના યુગમાં ટેકનોલોજી ખૂબ આગળ પહોંચી ગઈ છે. લોકોને દરેક વસ્તુમાં ટેકનોલોજી ની જરૂર પડે છે. દરેક વસ્તુમાં લોકો ઓટોમેટીક ચાલતું હોય તેવું જ શોધે છે. કારણ કે ટેકનોલોજી થી તેમનું કામ આસન થાય અને વધારે મહેનત પણ ન કરવી પડે. ત્યારે કંપનીઓ પણ ઓટોમેટીક કાર બનાવી રહી છે. જેથી લોકોને વધારે પરેશાની નો સામનો ન કરવો પડે. પરંતુ ક્યારેક મશીન પણ તમને દગો આપી દે છે.
સોશિયલ મીડિયામાં એવો જ એક વિડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે ઓટોમેટીક કાર લેવાનું માંડી વાળશો. આ વીડિયોમાં ઓટોમેટીક કાર પોતાના માલિકને જ કચડી નાખે છે. અને એવી રીતે કચડે છે કે માલિક નું જીવન જોખમમાં મુકાઈ જાય છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર પાર્ક કરેલી છે જેમાં તેનો માલિક કારનું બોનેટ ખોલે છે અને પાછળ ડ્રાઇવિંગ સીટ પર બેસી જાય છે. તે પછી ફરીથી તે બોનેટ પાસે આવે છે અને અમુક પાર્ટ્સને અડવાની કોશિશ કરે છે. અને પછી તો કાર અચાનક ફૂલ સ્પીડમાં આગળ વધવા લાગે છે અને એક ઝટકામાં માલિકને ટક્કર મારતા સામેની દુકાનના શટર નીચે દબાવી દે છે.