મિત્રો સોશિયલ મીડિયા પર તમે મારામારીના ઘણા કિસ્સાઓ જોયા હશે. હાલ તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનાની વાત કરીએ તો એક પ્રાઇવેટ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે એવું બન્યું કે વીડિયો જોઈને તમે ધ્રુજી ઉઠશો. આ મહિલા હોસ્પિટલમાં કામ કરી રહી હતી અને તેના પણ જીવન હુમલો થયો છે. સબનસીબે મહિલાની જાન બચી ગઈ છે. પરંતુ મહિલા ડોક્ટર ગંભીર રીતે ઘાયલ છે.
આ ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ હતી હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો એક મહિલા ડોક્ટર પોતાના હાથમાં ફાઈલ લઈને કંઈ કામ કરી રહી છે અને તેની સાથે તેનો સ્ટાફ પણ ઉભો છે. ત્યારે અચાનક જ એક યુવક આવે છે અને કાતર લઈને આ મહિલા ઉપર કરે છે. આ ઘટના રવિવારના રોજ મહારાષ્ટ્રના નાસિક પ્રાઇવેટ હોસ્પિટલમાં બની હતી
આ ઘટનાને લઇ પોલીસને માહિતી મળી હતી એવું કહેવામાં આવી રહ્યું છે. સાવ નાની બાબતમાં આરોપીએ મહિલા ડોક્ટર ઉપર જીવલેણ હુમલો કર્યો. મહિલા પર પ્રહાર કરનાર આરોપીનું નામ અનિકેત છે. અનિકેત છેલ્લા કેટલાય મહિનાથી હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને તે એક નર્સ સાથે સંબંધમાં પણ હતો. ત્યારે આ મહિલા ડોક્ટર કોઈ કારણોસર તે નર્સ ઉપર ગુસ્સે થઈ જેના લીધે અનિકેતને ગુસ્સો આવ્યો અને તે મહિલા ઉપર નજર રાખી રહ્યો હતો.
અને ગુસ્સો સહન ન થતા અનીકેતે મહિલા ડોક્ટર ઉપર જીવલેણ હુમલો કર્યો. અને તેણે કાતરથી મહિલા ડોક્ટરની ગરદનની જમણી બાજુ અને પેટની જમણી બાજુ પ્રહાર કર્યો હતો. સમગ્ર ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે .