અથિયા અને રાહુલ ના લગ્ન સુનીલ શેટ્ટીના ફાર્મ હાઉસ પર થયા હતા. મિત્રો તમને જણાવી દઈએ તેમણે સાઉથ ઇન્ડિયન વિધિને અનુસરીને લગ્ન કર્યા હતા. માત્ર 100મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં અથિયા અને રાહુલે ખૂબ જ સુંદર આઉટ ફીટ પહેર્યા છે. બંનેએ લાલ રંગના નહીં પરંતુ સફેદ અને ગોલ્ડન રંગના આઉટ ફીટ પહેર્યા હતા.

સુનીલ શેટ્ટી એ કહ્યું કે તે કે રાહુલના સસરા નહીં પરંતુ પિતા બનવા માંગે છે. આ બંનેનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ તરત જ આપવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ લગ્નમાં ભલે માત્ર 100 મહેમાનો હોય પરંતુ સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નન રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપ્યું છે. જેમાં બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ તથા રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ હશે.

આથીયા અને રાહુલના લગ્ન પુરા થયા બાદ સુનીલ શેટ્ટી દીકરા અરહાન સાથે ફાર્મ હાઉસની બહાર આવ્યો હતો. તેમણે મીડિયાનો આભાર માન્યો અને મીડિયાને મીઠાઈના બોક્સ આપ્યા. આ વેડિંગમાં ક્રિકેટર ઈશાંત શર્મા, વરુણ એરોન, અર્જુન કપૂરની બહેન અંસુલા કપૂર સામેલ થયા હતા. તમામ મહેમાનોના હાથે લાલ કલરનો બેન્ડ બાંધવામાં આવ્યો હતો જેનાથી ખ્યાલ આવે કે આ મહેમાન આમંત્રિત છે. આ બેન્ડ વગર કોઈપણ ને એન્ટ્રી ન હતી. તમામ મહેમાનોનું સિક્યુરિટી ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.

22 જાન્યુઆરીના રોજ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલે “મુજસે શાદી કરોગી” ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. અથિયાના ભાઈ તથા માતા પિતાએ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. સંગીત સેરેમનીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.