નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પાટીલે એવું કર્યું કે મોદી મૂંઝવણમાં મુકાઈ ગયા – જુઓ વિડિયો

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે ત્યારે લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પીએમ મોદીના આણંદના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર અભિવાદન કરવા આવનારા વડીલ કાર્યકરો આણંદ જિલ્લાના પ્રમુખ હતા.

તેઓ પીએમ મોદી સાથે કંઈક વાત કરવા માંગતા હતા. પરંતુ સી આર પાટીલે કંઈક એવું કર્યું કે નરેન્દ્ર મોદી પણ મૂંઝવણમાં મુકાઈ ગયા. સી આર પાટીલે મોદી સાથે વાત કરવા માંગતા નગરપાલિકા પ્રમુખોને રીત સરના હાથ પકડી મોદીથી દૂર કરવામાં આવ્યા.

પીએમ મોદીને હાર પહેરાવવા આવનાર કાર્યકરોને થોભવાનું કહેતા પાટીલે રીતસર ના હાથ ખેંચીને ચાલતા કરી દીધા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીનું મોઢું પણ બગડી ગયું હતું. કારણ કે જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જ આવી ઘટના બનતા કોઈપણ ગુસ્સે ભરાઈ જાય. સી આર પાટીલના આ વર્તનથી વડાપ્રધાન મોદી મૂંઝવણ માં મુકાઈ ગયા હતા.

અગાઉ વિધાનગરના પ્રવાસે પાટીલના કાર્યક્રમમાં શિસ્ત ભંગ કરી ભાષણ કર્યું હતું. વિદ્યાનગરમાં બાબા કાકા ને ઓન સ્ટેજ સાઈડ કરાતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના ના લીધે રાજકારણ ગરમાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *