ગુજરાતમાં ચૂંટણીની તારીખ હવે નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટી પોતાનો પક્ષ વધુ મજબૂત કરવા માટે રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ગઈકાલે ભાવનગરમાં એક વિશાળ જાહેર જનસભા રાખવામાં આવી હતી. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં બીજી વિશાળા જાહેર જનસભા સબોધી હતી.
AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઊંઝાની જાહેર સભામાં આવેલા હજારો લોકોને સંબોધતા કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં આટલા આંદોલન થયા, આટલા વિરોધ થયા, માલધારી આંદોલન થયું, ઠાકોર આંદોલન થયું, પોલીસ ગ્રેડ પે આંદોલન થયું, ક્ષત્રિય આંદોલન થયું, આદિવાસી સમાજનું આંદોલન થયું, ઘણા બધા કર્મચારીઓનું આંદોલન થયું, ભૂતપૂર્વ સૈનિકોનું આંદોલન થયું, આ લોકોએ તેમાંથી કોઈને છોડ્યા ન હતા, યુવાઓ પર ખોટી રીતે કેસ કરીને તેમને જેલમાં ધકેલી દીધા.
અરવિંદ કેજરી વાલે વધુમાં જણાવ્યું કે 8 ડિસેમ્બરે મત ગણતરી થશે, 15 ડિસેમ્બર સુધીમાં અમારી સરકાર બની જશે. ત્યાર પછી સૌથી પહેલું કામ તમામ ખોટા કહેશો પાછા ખેંચવાનું કરશો. દરેકને તેમના ઘરે મોકલવામાં આવશે. જેમના પર ખોટા કેસ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે તમામને પાછા લાવવામાં આવશે.