પેપર લીક કાંડના કારણે હજારો લોકોના સપના પણ તૂટી ગયા. પેપર લીક કાંડ અંગે હાલ એક મોટો ખુલાસો થયો છે. ઓડિશાના સૂત્રધાર પ્રદીપ નાયક જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પ્રથમ પ્રશ્નપત્ર એક સાગરિત સાથે શનિવારના રોજ રાત સુરત થી બાય રોડ ટેક્સીમાં વડોદરા ગયો હતો. મુસાફરી દરમિયાન ટેક્સી ડ્રાઈવર સાથે પ્રશ્નપત્રમાં પૂછેલા સવાલો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઘણા સવાલોને લઈને ગૂગલમાં સર્ચ કરીને પોતાની સમજણ પ્રમાણે આન્સર કી બનાવતો ગયો હતો. ડ્રાઇવરની શંકા જતા પ્રદીપ નાયક ને અપ્સરા હોટલ ખાતે ઉતારી દીધા અને સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી દીધી. આમ ગુજરાત પોલીસને પેપર લીક નામની લીંક મળી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ સમગ્ર મામલે અમદાવાદ એટીએસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આખરે સમગ્ર મામલે ધરપકડ બાદ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ કરી દેવામાં આવી.
આ બાબતનો પડઘો વિધાનસભાના ફેબ્રુઆરીમાં મળનાર સત્રમાં જરૂર પડશે. લાંબા સમયથી વિદ્યાર્થીઓ અને ઉમેદવારો આ સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. નવ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ પરીક્ષા સાથે જોડાયેલું હતું.
મહત્વનું છે કે ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનાર 15 લોકોની ધરપકડ પોલીસે કરી છે. ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 આરોપી વડોદરા ના 1 અરવલ્લીનો અને સુરતના 1 આરોપીની ધરપકડ પણ થઈ છે. આ સિવાયના તમામ આરોપી બિહાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ 15 આરોપીઓની પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં નવા ખુલાસા પણ થઈ શકે છે. જાણવા મળ્યું છે કે સાબરકાંઠા નો એક આરોપી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો હતો.