હાલમાં જ એપલે iphone 14 સિરીઝ લોન્ચ કરી છે. iphone 14 પ્લસે મીની iphone ની જગ્યા લીધી છે. કંપનીએ આઈફોન 14 ના ચાર વેરિયન્ટ રજૂ કર્યા છે. Iphone 14 plus માં મોટી ડિસ્પ્લે પણ આપવામાં આવી છે. આ ડિસ્પ્લેમાં ડોલ્બી વિઝન સપોર્ટ સાથે OLED પેનલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
iphone 14 plus
ટીમ કુકે iphone 40 સીરીઝમાં iphone 14 plus રજૂ કર્યો હતો જે એકદમ નવુ મોડલ છે. આઈફોન 14 પ્લસમાં 6.7 inch OLED ડિસ્પ્લે છે. એપલે આ વખતે iphone 14 સિરીઝમાં 5-કોર GPU લાવ્યા છે.
eSIM સપોર્ટ મળશે
એપલ અમેરિકાના માર્કેટ માટે iphone પરના પરંપરાગત સીમ દૂર કરી રહ્યું છે. તે બંને સીમ પર eSIM ને સપોર્ટ કરશે. આઈફોન 14 પાંચ રંગમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં મીડનાઈટ, સ્ટાર લાઈટ, પર્પલ બ્લુ અને રેડ કલર નો સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે આઈફોન 14 સીરીઝમાં કંપનીએ સેટેલાઈટ કનેક્ટિવિટી ફ્યુચર પણ આપ્યું છે. iphone માટે જે સેટેલાઈટ કનેક્ટિવિટી નું નવું ફીચર લોન્ચ કર્યું છે તેનો ઉપયોગ તમે ઈમરજન્સીમાં કરી શકો છો. જે પણ વિસ્તારોમાં સેલ્યુઅલ કનેક્ટિવિટી ન હોય ત્યાં પણ તમે સેટેલાઈટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરી શકશો.
48 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરો
Iphone 14 pro માં 60 ટકા મોટા સેન્સરની સાથે નવો 48 મેગાપિક્સેલ નો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અલ્ટ્રાઇડ અને ટેલિફોટો ફોટોગ્રાફી માટે ડ્યુલ 12 મેગા પીક્સલ સેન્સર છે. કંપનીનું કહેવું છે કે આ વર્ઝનની ક્વોલિટી ગત વર્ઝનથી બે ગણી વધારે છે.
iphone કિંમત
- Apple iPhone 14 Pro (128GB)- Rs 1,29,900
- Apple iPhone 14 Pro (256 GB)- 1,39,900
- Apple iPhone 14 Pro (512 GB)- Rs1,59,900
- Apple iPhone 14 Pro (1TB)- Rs 1,79,900
- Apple iPhone 14 Pro Max (128GB)- Rs 1,39,900
- Apple iPhone 14 Pro Max (256GB)- Rs 1,49,900
- Apple iPhone 14 Pro Max (512GB)- Rs 1,69,900
- Apple iPhone 14 Pro Max (1TB)- Rs 1,89,900