માત્ર 75 રૂપિયામાં કોઈપણ મુવી જોઈ શકાશે – ભારતમાં 16 સપ્ટેમ્બરે નેશનલ સિનેમા ડે ઉજવાશે

PVR, INOX, CINEPOLIS જેવા લગભગ 4000 થિયેટરમાં માત્ર 75 રૂપિયામાં કોઈપણ મુવી ની ટિકિટ મળશે. દેશમાં 16 સપ્ટેમ્બર 2022 ના રોજ સિનેમા ડેની ઉજવણી કરવામાં આવશે. COVID-19 માં લગભગ દોઢ વર્ષ સુધી બધા સિનેમા બંધ રહ્યા હતા. જ્યારે 16 સપ્ટેમ્બર 2021ના રોજ સિનેમા અનલોક કરવામાં આવ્યા હતા. જેના પગલે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ નિર્ણય લઈને જાહેરાત કરી છે.

જો તમે મોટા પડદા પર ફિલ્મ જોવાના શોખીન હોવ તો તમારા માટે સસ્તી ટિકિટ મેળવવાની શાનદાર તક છે. 16 સપ્ટેમ્બર ના રોજ દેશભરના સિનેમા ઘરમાં આ ટિકિટ ની કિંમતો માત્ર 75 રૂપિયા કરવામાં આવી છે. આ દિવસે કોઇપણ વ્યક્તિ કોઈપણ સિનેમા ઘર અથવા તો થિયેટરમાં માત્ર 75 રૂપિયામાં કોઈપણ મુવી જોઈ શકશે.

મલ્ટિપ્લેક્સ એસોસિએશનનો નિર્ણય
16 સપ્ટેમ્બરે દેશભરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસ મનાવવામાં આવશે. આ દિવસે દેશભરમાં સિનેમાઘરો અને થિયેટર્સમાં કોઈ પણ ફિલ્મની ટિકિટ માત્ર 75 રૂપિયામાં મળશે.વાત એમ છે કે મલ્ટિપ્લેક્સ એસોસિએશ ઓફ ઈન્ડિયા અને સમગ્ર ભારતના સિનેમાઘરોમાં ફિલ્મ જોવા વાળાઓ માટે 75 રૂપિયાના વિશેષ પ્રવેશ શુલ્કની જાહેરાત કરી છે.

આ થિયેટર્સમાં પણ મળશે સુવિધા
મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના આ નિર્ણયથી ફિલ્મ લવર્સ કોઈ પણ થિયેટર અથવા મલ્ટીપ્લેક્સમાં જઈને ફિલ્મનો આનંદ લઈ શકે છે. આ નિર્ણય પીવીઆર, આઈનોક્સ, સિનેપોલીસ, કાર્નિવલ, મિરાજ, સિટીપ્રાઈડ, એશિયન, મુક્તા એ2, મૂવીટાઈમ, વેવ સિનેમાઝ, ડિલાઈટ સહિત અન્ય ફિલ્મ થિયેટર્સ પર લાગૂ છે. આ સ્થિતિમાં લગભગ 200થી 300 રૂપિયા સુધી ટિકિટનો ભાવ ચૂકવતા દર્શકોને મોટી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *