કીર્તિ પટેલનો વધુ એક વિડીયો વાઇરલ, કહ્યું મને ન્યાય આપો નકર “હું દવા પીને મરી જઈશ તો 2 લોકો જવાબદાર રહેશે…”

Tiktok માંથી ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલને તો તમે ઓળખતા જ હશો. તેના ફોલોવર્સ લાખોની સંખ્યામાં છે. આ કીર્તિ પટેલે હંમેશા કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં આવી જતી હોય છે. ત્યારે હાલમાં ફરી વખત કીર્તિ પટેલ એક વિવાદમાં આવી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોની વાત કરીએ તો કીર્તિ પટેલ રોડની વચ્ચે પોલીસ સાથે મગજમારી કરતી જોવા મળે છે. આ વિડીયો ક્યાંનો છે તેની હજુ માહિતી મળી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો તેની સાથે યુટયુબર યુવકો રસ્તા પર ઉભેલા છે. કીર્તિ પટેલ મહિલા કોન્સ્ટેબલ સાથે મગજમારી કરે રહી છે અને જોર જોરથી બૂમો પાડી રહી છે. આ ઉપરાંત ત્યાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી વિશે જોરથી બોલી રહી છે અને પોલીસ ઉપર કેટલાક આરોપ લગાવી રહી છે.

કીર્તિ પટેલ બોલી રહી છે કે આટલું મોટું પોલીસ બંદોબસ્ત શા માટે રાખવામાં આવ્યું છે અને અમને ગામમાં લઈ જવામાં આવે અમે એ વ્યક્તિને પ્રશ્ન પૂછીશું. એ વ્યક્તિની પોલીસમાં ખૂબ મોટી ઓળખાણ છે અને તેને આમ આદમી પાર્ટીને ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીનો મોટો સપોર્ટ છે.

વધુમાં કિર્તી પટેલ કહે છે અમે કોઈ આતંકવાદી નથી અમે આવી રીતે રોકવામાં આવે છે શું કરવા? અમારી સાથે તમે સરખી રીતે વાત કરો અમે ગુનેગાર નથી. કીર્તિ પટેલ નો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આવી રીતે કીર્તિ પટેલ રોડની વચ્ચે ધમાલ મચાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *