દિવાળીને હવે બે જ દિવસ બાકી છે ત્યારે લોકો આ તહેવારની ઉજવણી ધામધૂમથી કરી રહ્યા છે. બોલીવુડમાં ઘણી પાર્ટીઓ થતી હોય છે. ત્યારે 20 ઓક્ટોબર ની રાતે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ના ઘરે દિવાળીની પાર્ટી હતી. આ પાર્ટીની શાન વધારવા એક થી એક સ્ટાર્સ ત્યાં પાર્ટીમાં આવ્યા હતા, પરંતુ ત્યાં એક કપલ પણ જોવા મળ્યું હતું. જેના અફેરની જોર શોર થી ચર્ચા થઈ રહી છે અને તેઓ પણ પહેલીવાર સાથે આવ્યા અને તસવીરો ક્લિક કરાવી તો શું આ તેમના રિલેશનશિપની જાહેરાત હતી.
આદિત્ય – અનન્યા એક સાથે જોવા મળ્યા
બોલીવુડના એક્ટર આદિત્ય રોય કપૂર આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે અને તેની પાછળનું કારણ તેની આગામી ફિલ્મ નહીં પરંતુ તેના લગ્નની વાત છે. થોડા દિવસો પહેલા વરુણ ધવનની માતાએ કહ્યું હતું કે તે આદિત્ય માટે છોકરી શોધી રહી છે અને બીજી તરફ આદિત્ય અને અનન્યા દિવાળીની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ બંનેમાંથી કોઈએ સાથે હોવાનો દાવો કર્યો નથી. એ બંને એ પાર્ટી માં એવું કર્યું કે ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આદિત્ય અને અનન્યાના સંબંધોના સમાચાર આ દિવસોમાં ખૂબ જ ફેલાઈ રહ્યા છે અને બંને પહેલીવાર પાર્ટીમાં સાથે આવ્યા અને ફોટો ક્લિક કરાવ્યા હતા. આ બંનેને સાથે જોઈને લાગતું ન હતું કે તેઓ એક સાથે પહેલી વાર આવ્યા છે. જોકે અનન્યા પાંડે તસવીરો માટે પોઝ આપતી વખતે ઘણી અસહજ દેખાતી હતી. જ્યારે આદિત્યનું વલણ એકદમ મસ્ત લાગતું હતું. આ વિડીયો જોઈને તમને શું લાગે છે તમારો અભિપ્રાય અમને જરૂર જણાવશો!