આપણા દેશના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશાએ 19 નવેમ્બરે અમેરિકાના લોસેન્જરમાં જોડિયા બાળકને જન્મ આપ્યો હતો. આજે મુકેશ અંબાણી અને તેનો પરિવાર ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે. આજનો દિવસ તેમના માટે ખૂબ જ ખાસ છે.

ઈશા અંબાણીના બાળકનું નામ કૃષ્ણ અને આદિયા છે. બાળકોના જન્મ બાદ ઈશા પહેલીવાર ભારત પોતાના ઘરે આવી છે. અંબાણી પરિવાર તેમના પૌત્ર અને પૌત્રીને મળવા ખૂબ જ આતુર હતા. મુકેશ અંબાણીએ ભારતના વિવિધ મંદિરોમાંથી પંડિતોને ઘરે બોલાવવામાં આવ્યા છે. ત્યાં તેમણે ભવ્ય પૂજા અને વિધિ નું આયોજન કર્યું છે.
હાલ એક વાત ચર્ચામાં ચાલી રહી છે કે અંબાણી પરિવાર બાળકોના નામે 300 કિલો સોનું દાન કરવા જઈ રહ્યો છે. આ પૂજાના ભોજનનું મેનુ કોઈ નાનું મોટું સિમ્પલ નથી. રસોઈ બનાવવા માટે વિશ્વભરમાંથી વિવિધ રસોયા બોલાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ઈશા અને તેના બાળકો કતારથી મુંબઈ જે ફ્લાઇટ માં આવ્યા તે ખુદ કતારના નેતાનએ મોકલી હતી.