અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભયાનક આગાહી – 23 સપ્ટેમ્બર બાદ આ વિસ્તારમાં ફાટશે આભ

હાલ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશર ની અસર ના કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યમાં વરસાદનો માહોલ સર્જાયો છે. આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આગામી દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ ચાલુ રહેશે. આ વખતે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. હવામાન વિભાગે આગામી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી આગાહી કરવામાં આવી છે. ત્યારે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે તેવી અંબાલાલ પટેલ આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *