સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્રના કેટલાય ગામો તથા વિસ્તારોમાં ભારે પવન તથા વીજળી સાથે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેવામાં હવામાન વિભાગ દ્વારા એક ચોકાવનારી આગાહી કરવામાં આવી છે. આવનારા સમયમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નદીઓ તથા તળાવો ભરપૂર થવાની શક્યતા કરવામાં આવી રહી છે.
હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે જેને લઈને સૌ લોકો સતર્ક થઈ ચૂક્યા છે. આવનારા સમયમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તથા આગામી 48 કલાક સૌરાષ્ટ્રવાસીઓ માટે ભારે રહી શકે છે સિદ્ધપુર વડનગર જેવા અનેક શહેરોમાં પણ ભારે પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. કચ્છના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા અનેક જગ્યાએ પૂરના દ્રશ્યો જોવા મળી શકે છે.
આ સાથે નર્મદા તાપી જેવી નદીમાં પણ પૂરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી તારીખ 8 થી 12 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. 24 થી 28 જુલાઈ દરમિયાન વરસાદનું પ્રમાણ વધી શકે છે 15 થી 20 જુલાઈ દરમિયાન સતત વરસાદ રહી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે.
જ્યારે નર્મદા નદીમાં હળવાપુરની શક્યતા છે ઉત્તર ગુજરાતના દાહોદ મહિસાગર જેવા શહેરોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 11 અને 12 જુલાઈના રોજ દરિયા કિનારે પવન ફૂંકાશે જેની અસર અને શહેરમાં થઈ શકે છે 25 જુલાઈ થી 8 ઓગસ્ટ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વધુ વરસાદ પડવાને કારણે અનેક નદી તથા ડેમો છલકાઈ શકે છે જેને કારણે અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે.