હાલ અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મુલાકાત લેવા અલ્પાબેન પટેલ પહોંચી ચૂક્યા છે. પ્રમુખસ્વામી નગરમાં મોટા મોટા સેલિબ્રિટીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. આ નગરનો નજારો જોઈને તમને લાગે ધરતી પર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું છે. હજારો સ્વયંસવકો છેલ્લા ઘણા સમયથી આ નગરમાં સેવા આપી રહ્યા છે.
અત્યાર સુધીમાં પ્રમુખસ્વામી નગરમાં કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, કિંજલ દવે, ભીખુદાન ગઢવી સહિત અન્ય મોટા મોટા કલાકારો મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે હાલ ગુજરાતી કલાકાર અલ્પાબેન પટેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવ્યા છે. અલ્પાબેન પટેલ તેમના પતિ સાથે પ્રમુખસ્વામી નગર ની મુલાકાતે આવ્યા છે.
પ્રમુખસ્વામી નગરની મુલાકાત લઇ અલ્પાબેને કહ્યું કે પ્રમુખસ્વામી નગર નું મેનેજમેન્ટ મેં અત્યાર સુધી ક્યારેય જોયું નથી. અહીં હું ચારધામની યાત્રા કરવા આવી હોય તેવું લાગી રહ્યું છે. પ્રમુખસ્વામી નગરની મુલાકાત લેતા જ મને ખુશી નો અનુભવ થયો હતો. અહીં હરિભક્તો પોતાના તન મન અને ધનથી ખૂબ જ મહેનત કરીને સેવા આપી રહ્યા છે.
બાળ નગરીની વાત કરતા તેણે કહ્યું કે હું તમામ બાળકોના માતા-પિતાને ધન્યવાદ આપું છું કે જેમણે પોતાના બાળકોને અહીં સુધી પહોંચાડ્યા છે. આગળ અલ્પાબેન કહે છે કે બાપાની વાસમાંથી બનાવેલી મૂર્તિ જોઈને એવું લાગે છે કે હમણાં બાપા કાંઈક બોલશે. અલ્પાબેન પટેલે કહ્યું કે આ નગરની મુલાકાત લઈને જીવન ધન્ય થઈ ગયું અને છેલ્લે તે સૌ હરી ભક્તોને જય સ્વામિનારાયણ કહીને જાય છે.