બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના અભિનયથી હિન્દી સિનેમા પર રાજ કરી રહી છે. આલિયા એક એવી અભિનેત્રી છે જે કોઈપણ પાત્રમાં ફિટ બેસે છે. તેમની ફિલ્મ ગંગુબાઈએ ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક અલગ છાપ છોડી છે. ગંગુબાઈ ફિલ્મમાં આલિયાએ જે રીતે પાત્ર ભજવ્યું છે તેના વખાણ દરેક વ્યક્તિ કરશે. જ્યારે આલિયા આ દિવસોમાં તેના પતિ અને પરિવાર સાથે લંડનમાં છે.

આ સાથે જ આલિયાએ તેનો 30મો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.આ તસવીરો શેર કરતાં આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું – ત્રીસ (30). પ્રથમ ફોટામાં તે કેક કાપતા પહેલા મન્નત માંગતી જોવા મળે છે. સોનમ કપૂર, શિબાની દાંડેકર સહિત ઘણા સેલેબ્સે તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને શુભેચ્છા પાઠવી.

આલિયાએ વધુ એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પતિ રણબીર કપૂર પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. તેણે રણબીરને જોરથી ગળે લગાવ્યો. તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.જણાવી દઈએ કે આલિયા તેની પહેલી હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ના શૂટિંગના સંબંધમાં લંડનમાં પણ છે.

આ ફિલ્મમાં તે ગેલ ગેડોટ સાથે જોવા મળશે. આ સિવાય આલિયા રણવીર સિંહ સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. રણબીરની વાત કરીએ તો તેની પાસે ફિલ્મ ‘એનિમલ’ છે, જેમાં તે રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે.