ફેમસ સુપર સ્ટાર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ તાજેતરમાં જ માતા પિતા બન્યા છે. આલિયા ભટ્ટે છ નંબર 2022 ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. કપૂર પરિવારમાં ઉજવણીનો મહાલ હોય તેવું લાગી રહ્યું છે. આ ખુશ ખબર થી આલિયા અને રણવીરના ચાહકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે.

બાળકીના જન્મના સમાચાર સાંભળ્યા નથી કે ચાહકો બાળકીને જોવા ઉત્સુક છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર નવજાત શિશુની ઘણી તસવીરો સામે આવી છે. લોકો કહી રહ્યા છે કે આ તસવીરો આલિયા ભટ્ટ ના બાળકની છે.

જ્યારથી આલિયા ભટ્ટ માતા બનવાના સમાચાર સામે આવે છે ત્યારથી યુઝર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. ઘણા લોકો છોકરીની તસવીરો વાટે બેઠા છે અને આલિયા ની દીકરી ના ફોટા શોધી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આવા કેટલાક ફોટાઓ સામે આવ્યા છે જેમાંથી કેટલાક આલિયા ભટ્ટ ની બાજુમાં બેડ પર આરામ કરતી બાળકીના છે. જ્યારે બીજા ફોટા ની વાત કરીએ તો બાળકી આલિયા ભટ્ટ ના ખોળામાં જોવા મળે છે.

આ મામલે માત્ર તસવીરો જ નહીં પરંતુ તેના વિડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. એક વીડિયોમાં હોસ્પિટલમાં આલિયા ભટ્ટ બાળકીને રમાડી રહી છે અને લોકો કહી રહ્યા છે કે આલિયા ભટ્ટ ની દીકરી ની આ પહેલી તસવીર છે.

જોકે આ તમામ દાવા ખોટા છે આ તમામ ફોટા અને સમાચાર નકલી છે હકીકત એ છે કે આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના પરિવારના કોઈ સભ્ય દ્વારા આલિયા ભટ્ટ ની પુત્રીની તસવીર જાહેર કરવામાં આવી નથી. મિત્રો તમને જણાવી દઈએ માતા બન્યા બાદ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર માત્ર એક જ પોસ્ટ કરી છે જેમાં તેની પુત્રી ની થોડીક માહિતી શેર કરી હતી.

પોસ્ટ શેર કરીને તેમાં લખવામાં આવ્યું હતું કે “આ જીવનના સૌથી સમાચાર કહેવાય…. અમારું બાળક એક જાદુઈ છોકરી છે.”