પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દેશ-વિદેશથી લાખો લોકો આવી રહ્યા છે. ત્યારે યુએસ માંથી google કંપનીમાં કામ કરતા અક્ષર નામના યુવકે એક મહિનાની રજા લઈને અમેરિકાથી અમદાવાદ સ્વયંસેવક તરીકે જોડાયા છે. મહત્વનું એ છે કે અક્ષર મોદી google ની ઓફિસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને તે એક મહિનાની રજા લઈને સેવા આપવા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે google માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો એક ભક્ત આ મહોત્સવમાં સ્વયંસેવકની જેમ જ શામેલ થઈ ગયો છે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો લોકો સેવા આપી રહ્યા છે. હાલમાં આ નગરમાં 80 હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. ત્યારે google માં કામ કરતો અક્ષર મોદી તેની ઓફિસમાંથી એક મહિનાની રજા લઈને અમેરિકાથી સેવા આપવા અમદાવાદ આવ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પહોંચ્યા બાદ અક્ષર મોદીએ જણાવ્યું હતું કે આ મહોત્સવમાં સેવા આપવા માટે મેં 2 વર્ષ પહેલાં જ રજા લઈ લીધી હતી.
અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.