અમદાવાદીનું નવું પિકનિક સ્થળ : મેટ્રો રાઇડ માટે સવારથી જ ફેમિલીની ભીડ જામે છે

  • સાબરમતી પરથી ટ્રેન પસાર થતાં જ પાડે છે બૂમો !

અમદાવાદીઓ જેની વર્ષોથી આતુરતાપૂર્વક વેઇટ કરી રહ્યા હતા તે મેટ્રો ટ્રેન હવે સંપૂર્ણ રીતે ચાલુ થઈ ગઈ છે. બંને મેટ્રો રૂટ શરૂ થયા બાદ શહેરવાસી લોકો લોટરી જીતી છે તેવું અનુભવે છે. હજુ પણ રોજિંદા વપરાશકારોની બોવ જ ભીડ છે, પરંતુ શનિવાર અને રવિવારે મુખ્ય કરીને ભીડ રહે છે. શનિ-રવિ અને રજાના દિવસોમાં અમદાવાદીઓ સવારથી જ તેમના પરિવાર સાથે મેટ્રો સ્ટેશને ઉમટી પડે છે જાણે તેમના માટે નવું પિકનિક સ્પોટ બન્યું ન હોય! ફરવાના શોખીન અમદાવાદીઓએ રવિવારે મેટ્રોની સવારી કરીને શહેરના અલગ-અલગ સ્થળોએ પ્રવાસ કરવાનું શરૂ કર્યું છે.

એલિવેટેડ રસ્તા પર શહેરને એક અલગ પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાય છે
લોકો કહે છે કે ટ્રેનમાં મુસાફરી કરવાની ખૂબ જ મજા આવે છે. દર રવિવારે અને રાજાના દિવસો પર શહેરમાં અલગ-અલગ સ્થળોની એક દિવસીય સફર હોય છે, પણ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ ખૂબ જ અદભુત હોય છે. તેનું સૌથી મોટું કારણ એલિવેટેડ બ્રિજ પરની સફર છે, જે શહેરનો નજારો આપે છે.

સારી સુવિધાઓ, સ્વચ્છ અને સુઘડ મેટ્રો
મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા આવેલી લોકો કહે છે કે અમદાવાદમાં રવિવારે લોકો વિવિધ કાફે, રિસોર્ટ વગેરેમાં જાય છે, પણ મેટ્રો ટ્રેન શરૂ થતા ત્યારે ટ્રેનમાં સફર કરવાની મજા લે છે. તે હવે રવિવારની આઉટિંગ માટે પિકનિક સ્પોટ બની ગયું છે. તેનું કારણ એ છે કે મેટ્રોમાં સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય છે અને ટ્રેનની સફર ખૂબ જ મજેદાર હોય છે.

સાબરમતીનો નજારો આહલાદક હતો
નાના બાળકોને મેટ્રો ટ્રેનમાં ખૂબ મજા આવે છે અને ખુબ મસ્તી અને સફરની માજા મળે છે. જ્યારે ટ્રેન સાબરમતી નદી ઉપરથી પસાર થઈ ત્યારે બાળકોને જોવાની ખૂબ મજા આવી. સામાન્ય રીતે રવિવારે અમે બાળકોને રિવરફ્રન્ટ અથવા બગીચામાં ફરવા લઈ જઈએ છીએ, પરંતુ હવે જ્યારે મેટ્રો ટ્રેન શરૂ થઈ છે, ત્યારે અમે બાળકો સાથે અહીં ટ્રેનમાં ચડવા આવ્યા છીએ.

સમગ્ર અમદાવાદમાં મુસાફરી કરવા માટે મેટ્રો એ સસ્તું ભાડું છે
રવિવાર હોવાથી રોટરી ક્લબના 32 જેટલા સભ્યો મેટ્રો ટ્રેનની મજા માણવા પહોંચ્યા હતા. મેટ્રો ટ્રેન અમદાવાદીની માટે ખૂબ જ સારી સુવિધા છે અને દર રવિવારે જ્યારે આખું અમદાવાદ ફરવા માટે નીકળે છે ત્યારે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવી ખૂબ જ સસ્તી અને સારી જગ્યા છે. એવું લાગે છે કે તમે રવિવારે મેટ્રો ટ્રેનમાંથી આખું અમદાવાદ જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *