નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 54 કિલોમીટરનો રોડ શો થયો હતો. રોડ શો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરીને પૂર્ણ થયો હતો. રોડ શો માં અમદાવાદીઓ મોદીને જોવા ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદીએ 3.45 કલાક સુધી અમદાવાદીઓના અભિવાદન ઝીલ્યા હતા.
રોડ શો પાછળ દોડ્યા લોકો
લોકોને મોદીના રોડ શો નું ઘેલું લાગ્યું હોય તેમ રીતસર ના વડાપ્રધાન મોદીના કાફલા ની પાછળ દોડતા જોવા મળ્યા હતા. મોદીનો કાફલો જેવો પસાર થયો તેવા જ ચારે બાજુથી લોકો પાછળ દોડવા લાગ્યા હતા. બીજી તરફ અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યો હતો.

મોદીની એક ઝલક જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા. નરેન્દ્ર મોદીનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો અને જ્યારે શિવરંજની બ્રિજની નીચે મોદી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો મોદીની એક ઝલક જોવા માટે પડાપડી કરી રહ્યા હતા. અમુક લોકો તો મોદીની ગાડી આગળ પણ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ એસપીડી ની ટીમ દ્વારા લોકોને ગાડીથી દૂર ખસેડવામાં આવ્યા.